હાલમાં દેશમાં પેટ્રોલ, ડિઝલ અને CNGના ભાવમાં ભડકો થયેલો છે અને લોકોને વ્હિલકલ ચલવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ પ્રદૂષણને લઇને ચિંતીત છે અને પ્રદૂષણને નિવારવા માટે ઇલેક્ટ્રીક વ્હિકલ પર ખાસ ભાર મુકી રહી છે. દેશમાં અનેક કંપનીઓ પણ પોતાના ઇલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કરવા માટે તૈયારમાં છે. તો બીજી તરફ લોકો ઇલેક્ટ્રિક વ્હિકલને લઇને અનેક સવાલો અને મુજવણો હોય છે. ત્યારે આ મુજવણોને દુર કરવા માટે ખાસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર હવે લોકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રેરિત કરી રહી છે. આ માટે સરકારે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME) પોલિસી અમલી બનાવી છે. આ સિવાય લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએથી મેળવી શકે તે માટે એક વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા E-AMRIT વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબ પોર્ટલ પરથી લોકોને્ ઈલેક્ટ્રિક વાહન ખરીદવા, તેની પોલિસી, સબ્સિડી અને રોકાણ સહિતની માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય ગ્લાસગોમાં ચાલી રહેલા COP26 સમિટમાં લેવાયો છે. E-AMRIT વેબ પોર્ટલ બ્રિટન સરકાર સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નીતિ આયોગ દ્વારા ડેવલપ અને હોસ્ટ કરાયું છે. આ બ્રિટન-ઈન્ડિયાના જોઈન્ટ રોડ મેપ 2030નો ભાગ છે. તેના પર બંને દેશોના પ્રધાનમંત્રીએ સિગ્નેચર કર્યા છે. E-AMRIT વેબ પોર્ટલ પરથી ઈલેક્ટ્રિક વ્હીકલના ફાયદા, ઈ વ્હીકલના પ્રકાર, તેને ખરીદવા માટેના ફાઈનાન્સ ઓપ્શન, ચાર્જિંગ સ્ટેશન લોકેટર, ઈ વ્હીકલ બિઝનેસ સહિતની સુવિધા મળે છે. દેશના ઘણા રાજ્યોએ પોતાની ઈ-વ્હીકલ પોલિસી શરૂ કરી છે. ટુ, થ્રી અને ફોર ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર તેમાં સબ્સિડી અપાઈ રહી છે. કેટલીક રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોનાં રજિસ્ટ્રેશન ચાર્જ અને રોડ ટેક્સ પર પણ છૂટ આપી છે.