Apple આ વર્ષે iPhone 14 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં કુલ ચાર મોડલ્સ હશે અને તે આઈફોન 14, આઈફોન 14 Max, આઈફોન 14 Pro અને આઈફોન 14 Pro Max હશે. હાઇટોંગ ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝના વિશ્લેષક જેફ પુ ના એક રિસર્ચ નોટ પ્રમાણે આ વર્ષે એપલ પોતાના પ્રો અને બિન પ્રો આઈફોન મોડલને પહેલાની સરખામણીમાં વધારે સરખા બનાવી દેશે.
આઇફોન 14 પર રેમ ઓપ્શન
ડિસ્પ્લે રેઝોલ્યૂશન સિવાય પુ એ દાવો કર્યો છે કે એપલ પ્રો મોડલથી નોન પ્રો મોડલને એક જેવી રેમ લાવશે. ફોનમાં હવે બે રેમ ઓપ્શન નહીં હો. તે સિવાય એપલ પ્રો અને નોન પ્રો બન્ને મોડલ પર 6GB રેમ ઓપ્શન માટે જઈ શકે છે. અન્ય પ્રમુખ લીકથી માહિતી મળી છે કે એપલના નવા આઈફોન 14 પ્રો મોડલ પર કેમેરા રેઝોલ્યૂશનને 48 MP સુધી વધારી શકે છે.
પુ નો દાવો છે કે પ્રો સ્ટોરેજ હવે 128GB ના બદલે 256 GB થી શરુ થશે. જોકે તેમનો એ પણ દાવો છે કે નોન પ્રો મોડલ 64 GB સ્ટોરેજથી શરુ થશે. જેની વધારે સંભાવના નથી કારણ કે વર્તમાન પેઢીના આઇફોન 13 મોડલ પણ 128 GB ઇન્ટરનલ સ્ટોરેજથી શરૂ થાય છે.
આટલી રહેશે કિંમત
ટિપસ્ટરના મતે આઇફોન 14ની કિંમત 799 ડોલર (લગભગ 59,000 રૂપિયા), આઇફોન 14 પ્રો ની કિંમત 1099 ડોલર (લગભગ 81,000 રૂપિયા), આઇફોન 14 મેક્સની કિંમત 899 ડોલર (લગભગ 66,000 રૂપિયા) અને આઇફોન 14 પ્રો મેક્સની કિંમત 1199 ડોલર (લગભગ 88,500 રૂપિયા) રહેવાની આશા છે. વિશેષ રુપથી એપલ આ વખતે મિની મોડલને છોડવાની આશા છે. તેના બદલે મેક્સ મોડલને પાછા લાવશે. જોકે એપલે હજુ સુધી આ વિશે કશું જણાવ્યું નથી. ફોનની લોન્ચ થવાની રાહ જોવી પડશે.