spot_img

અલ્લૂ અર્જુનની પુષ્પા આ દિવસે ઓટીટી પર થશે રીલિઝ

બોક્સ ઓફિસ(Box Office)પર દિલ જીત્યા બાદ અલ્લૂ અર્જુનની(Allu Arjun) પુષ્પા: ધ રાઇઝ પાર્ટ I (Pushpa) હવે એક ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. જોકે, આ ફિલ્મ અત્યારે થિયેટરમાં સારી કમાણી કરી રહી છે પરંતુ નિર્માતાઓએ તેન ઓટીટી પર રિલીઝ(Release)કરવાનો નિર્ણય કર્યો છે.

પુષ્પા આ અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. 17 ડિસેમ્બરે મોટા પરદા પર હિટ થયાના લગભગ એક મહિના બાદ એસ સુકુમાર નિર્દેશિત આ ફિલ્મ 7 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. પુષ્પાએ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યુ છે, જેને ક્રિટિક્સ અને દર્શક બન્નેને ચોકાવી દીધા છે.

રસપ્રદ વાત એ છે કે પુષ્પાના હિન્દી વર્જને પોતાના શરૂઆતના દિવસોની તુલનામાં 17માં દિવસે સૌથી વધુ કલેક્શન કર્યુ છે. પ્રથમ દિવસે ફિલ્મે 3.33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે ત્રીજા રવિવારે તેને 6.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પાએ સ્પાઇડરમેન: નો વે હોમ અને 83ના રિલીઝ થયા છતા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles