પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારનો દાવો છે કે વૈશ્વિક સ્તરે ભાવ વધવાના કારણે ભારત સહિત ગુજરાતમાં ભાવ વધી રહ્યો છે. જો કે તેને સીધો બોજો મધ્યમવર્ગ પર પડી રહ્યો છે. અમદાવાદ રીક્ષા ચાલક એસો.એ સરકાર સમક્ષ ભાડા વધારાની માંગ કરતી રજુઆત છેવટે સરકારે સ્વિકારી લીધી છે.
અમદાવાદ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે ફક્ત એક જ સરળ રસ્તો છે રીક્ષા. પહેલાં જે મિનિમન ભાડુ 15 રૂપિયા હતુ તે વધીને 18 રૂપિયા કરાયુ છે. ત્યારબાદ પ્રતિકીમી રનિંગ ભાડુ જે હાલ 10 રૂપિયા હતુ તે 13 રૂપિયા કરાયુ છે. સરકારે રીક્ષા ચાલકોની માંગના આધારે જે સમાધાન કરાવ્યુ છે તેમાં 1200 મીટરનુ મિનિમમ ભાડુ 18 રૂપિયાનું કરાયુ છે. રીક્ષા ચાલકોની માગ હતી કે તેનુ ભાડુ 20 રૂપિયા કરાય. પ્રતિકીમી રનિંગ ભાડુ જે હાલમાં 10 રૂપિયા રીક્ષા ચાલકો લેતા હતા તેમાં પણ વધારો કરાયો છે. તેમાં 3 રૂપિયાનો વધારો કરીને 13 રૂપિયા કરાયો છે. તેવી જ રીતે વેઈટિંગ ભાડામાં પણ વધારો કરવાની માંગ સામે પ્રતિમિનિટી એક રૂપિયો કરાયો છે. સરકારે આદેશ કર્યો છે કે આ તમામ ભાવ વધારો 5 નવેમ્બરથી લાગુ કરાશે.