અત્યારે ફરવાનો એવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે વાત ન પૂછો સોશ્યલ મીડિયા પર ટ્રાવેલ્સ બ્લોગ્સ પણ મોટા પ્રમાણમાં દેખાવા લાગ્યા છે નાનામાં નાની અને ક્યારે પણ કોઈપણ લોકોએ ન જોયેલા સ્થળો ટ્રાવેલ બ્લોગ પર મુકવામાં આવે એટલે તે ખુબ જ વાયરલ થઈ જાય છે. બસ આ જ ટ્રાવેલ્સ બ્લોગથી અત્યારે અમેરીકાનો બ્રીગ્સ નામનો બાળક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. બ્રીગ્સ આખી દુનિયામાં ફરે છે અને ટ્રાવેલ બ્લોગથી તે હાલમાં દર મહિનાના 1 હજાર ડોલર આરામથી કમાઈ લે છે.
અમેરીકન મીડિયા રીપોર્ટના આધારે બ્રીગ્સે 1 વર્ષની ઉંમરમાં 45 થી વધુ ફ્લાઈટ્સમાં મુસાફરી કરી લીધી છે, અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરીડા ,ઉટાહા,આઈડોહ સાથે અમેરીકાના અન્ય 16 રાજ્યો ફરી ચુક્યો છે. બ્રીગ્સની માતાનું
કહેવુ છે કે તેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરે થયો છે. બ્રીગ્સ ફક્ત અઠવાડિયાનો હતો ને તેને પહેલી ફ્લાઈટમાં મુસાફરી કરી હતી જે ફ્લોરીડાની ફ્લાઈટ હતી અલાસ્કામાં પહેલુ રીંછ જોયુ. યેલોસ્ટોન નેશનલ પાર્કમાં વરૂ અને કેલિફોર્નિયામાં સમુદ્રની મજા લીધી હતી.
બ્રીગ્સને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 30 હજાર લોકો ફોલો કરે છે.
બ્રીગ્સની મમ્મી જેસ એક ટ્રાવેલ બ્લોગ ચલાવે છે,જેનુ નામ પાર્ટ ટાઈમ ટુરિસ્ટ છે તે જણાવે છે કે 2020માં તેમને ખ્યાલ આવ્યો કે તે પ્રેગનેન્ટ છેત્યારે તમને લાગ્યુ કે તેમનું કરિયર પૂરૂ થઈ ગયુ પમ બીગ્સના જન્મબાદ તો જાણ તેમનુ કરિયર નવી ઉંચાઈઓ સર કરવા લાગ્યુ. બ્રીગ્સના જન્મબાદ તેમણે નવુ બેબી ટ્રાવેલ ના નામે સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા જેમાં તે બાળક સાથેકેવો અનુભવ રહ્યો તેની પોસ્ટ કરતાં હતા, જેનાથી બાળકો સાથે ફરવા જતાં પેરેન્ટને સારો ફાયદો થતો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોઅર્સ વધતાં તેમને મોટા પ્રમાણમાં આવક પણ થવા લાગી, જેસે કોવિડ પ્રોટોકોલનુ તમામ પાલનકર્યુ હતુ. તેઓ જ્યાં જતાં ત્યાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં હતા. ઈન્ટ્રાંગ્રામ એકાઉન્ટ પર ઘણાં ફોલોઅર્સ હોવાથી ઘણી બધી કંપનીઓ તેમને ડાયપર્સ અને વાઈપ્સ સ્પોન્સર કરવામાં આવતા હતા.
View this post on Instagram