થોડા દિવસો પહેલાં બોલિવૂડ ડિવા મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર વચ્ચે બ્રેકએપ થયાના સમાચાર વાયુવેગે વહેતા થયા હતા પરંતુ આ તમામની વચ્ચે મલાઇકા અને અર્જૂન રવિવારે એક સાથે જોવા મળ્યા હતા. રવિવારે મલાઇકા અને અર્જૂન સાથે લંચ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ કેમેરામાં કેદ થયા હતા. એક અહેવાલ પ્રમાણે અર્જૂન અને મલાઇકા મુંબઇના બાંદ્રા સ્થિત એક રેસ્ટોરોમાં લંચ માટે ગયા હતા. બ્રેકઅપના સમાચારો વચ્ચે લંચ નિકળેલ મલાઇકાએ રફલ્ડ વાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, તો અર્જૂન કપૂરે લાઇટ બ્લૂ-સ્વેટશર્ટ અને ડેનિમ પહર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડીયે આવેલા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મલાઇકા અને અર્જૂન વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે, પરંતુ આ સમાચારબાદ કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બ્રેકઅપના સમાચારને અફવા ગણાવી હતી, તો રવિવારે બંને ફરી એક વખત સાથે જોવા મળ્યાબાદ બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા ત્રણ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને અનેક વખત આ કપલ સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલાં બંને એક વેકેશન પર ગયા હતા, કપલે તેની પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.