ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનનો (Happy Birthday Amitabh Bachchan) આજે જન્મ દિવસ છે. 1942માં જન્મેલા અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 79 વર્ષના થઇ ગયા છે. પોતાની આ લાંબી જર્નીમાં તેમણે કેટલાક પડાવ પાર કર્યા છે. સુપરહિટ ફિલ્મ આપી, તો સતત ફ્લૉપ ફિલ્મનું દબાણ પણ રહ્યુ.
ફિલ્મના સેટ પર ઘાયલ થયા, રાજકારણમાં ગયા અને પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકનારા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Instagram Fans) ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ કરોડો ફેન્સ ધરાવે છે. ઉત્તર પ્રદેશના ઇલાહાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચનના પિતા ડૉ. હરીવંશ રાય બચ્ચન (Dr. Harivansh Rai Bachchan) જાણીતા કવિ હતા, તેમની માતા તેજી બચ્ચન કરાચીના હતા.
અમિતાભ બચ્ચન ક્યારેક એન્જિનિયર બનવા અથવા એરફોર્સમાં જવાનું સ્વપ્ન જોતા હતા, પણ નસીબને બીજુ કઇ મંજૂરી હતુ અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ (Bollywod Shahenshah) બની ગયા. હિન્દી સિનેમાના પરદા પર અમિતાભ બચ્ચનને જે ઓળખ અને ખ્યાતિ મળી છે, તેની દરેક અભિનેતાને ચાહત હોય છે. તે બોલિવૂડના સૌથી સફળ અને દિગ્ગજ અભિનેતા છે.
અભિનયની દુનિયામાં પગ મુકનારા અમિતાભ બચ્ચનને સતત 12 ફ્લૉપ ફિલ્મ (Amitabh Bachchan Flop Film) આપી છે. ભારે અવાજને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી રિજેક્ટ પણ થયા હતા. જંજીર ફિલ્મ તેમના કરિયરમાં મીલનો પત્થર સાબિત થઇ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને અમિતાભ બચ્ચનને તે પછી ક્યારેય પાછળ ફરીને જોયુ નથી અને ઇન્ડસ્ટ્રીના શહેનશાહ બની ગયા.
સાત હિન્દુસ્તાનીથી ફિલ્મની દુનિયામાં પગ મુકનારા અમિતાભ બચ્ચન માટે શરૂઆતમાં ડિરેક્ટરોનું માનવુ હતુ કે તે દુબળા-પાતળા અને સામાન્યથી વધુ લાંબા આ વ્યક્તિમાં એવા કોઇ ગુણ નથી જેને કારણે દર્શક તેમણે પરદા પર પસંદ કરશે પરંતુ બિગ બીએ અભિનય, અનુશાસન અને મહેનતને કારણે ઇન્ડસ્ટ્રીમાં જે ઓળખ બનાવી તે દરેક કોઇને નસીબ થતી નથી.
આજે 79ની ઉંમરે પણ ફિટ છે અમિતાભ બચ્ચન
સેલિબ્રિટી ડેઈલી રૂટિનના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચન મીઠાઈઓથી દૂર રહે છે. એટલું જ નહીં તેઓ ચોકલેટ અને પેસ્ટ્રીને પણ હાથ નથી લગાડતા. આ બધી વસ્તુમાં બહુ અધિક માત્રામાં સેચ્યુરેટેડ ફેટ અને કેલરી હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેટલીય ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સિગરેટનો કશ લગાવતા જોવા મળે છે પણ રિયલ લાઈફમાં તેઓ સ્મોકિંગ નથી કરતાં. સ્મોકિંગ એવી આદત છે જે શરીરના દરેક અંગને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં, આલ્કોહોલથી પણ તેઓ રિયલ લાઈફમાં દૂર રહે છે.
નિયમિત કરે છે વર્કઆઉટ
અમિતાભ બચ્ચન દરરોજ વર્કઆઉટ કરે છે. તેઓ રેગ્યુલર મોર્નિંગ વોક કરે છે અને યોગ પણ તેમની ડેઈલી લાઈફનો ભાગ છે. નિયમિત વર્કઆઉટ તેમની ફિટનેસનું સૌથી મોટું કારણ છે. તો માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ મેડિટેશન કરે છે..