પોતાની બેન્કમાં કર્મચારી અને ગ્રાહકો વચ્ચે ટકરાવ થતા તમે જોયો હશએ. કામના લોડ નીચે દબાયેલા કર્મચારીઓ અને લાઇનમાં ઉભેલા ગ્રાહકો વચ્ચે આવો ટકરાવ સામાન્ય વાત છે. ચીનમાં એક બેન્કમાં અલગ જ ઘટના બની છે. આ બેન્કના એક સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક અમીર કસ્ટમરને ટોકવુ બેન્ક માટે નુકસાનનું કારણ બની ગયુ હતુ.
ચીનની એક બેન્કમાં સિક્યુરિટી ગાર્ડે એક કસ્ટમરને માસ્ક પહેરવા કહ્યુ હતુ. ગાર્ડના ટોકવા પર કરોડપતિ ગ્રાહક નારાજ થઇ ગયો હતો. કરોડપતિ એટલો ભડકી ગયો કે તેને ગુસ્સામાં આવીને બેન્કને ભારે નુકસાન પહોચાડ્યુ હતુ. ગુસ્સે થયેલા કરોડપતિએ ગાર્ડ દ્વારા માસ્ક માટે ટોકવા પર બેન્કમાંથી પુરૂ એકાઉન્ટ જ ખાલી કરી નાખ્યુ હતુ. કરોડપતિ ગ્રાહકનો ગુસ્સે આટલાથી પણ શાંત થયો નહતો, તેને બેન્કના કર્મચારીઓને કહ્યુ કે તેને તમામ નોટ હાથથી ગણીને આપો. આ ઘટનાની તસવીરો ચીનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
મિરર.કો.યૂકેના રિપોર્ટ અનુસાર શંઘાઇના હોંગમેઇ રોડ પર સ્થિત બેન્ક ઓફ શંઘાઇમાં એક અમીર વ્યક્તિ પહોચ્યો હતો, તેના એન્ટર થતા જ બેન્કના ગાર્ડે તેને માસ્ક પહેરવા કહ્યુ હતુ. જેની પર અમીર વ્યક્તિ ગુસ્સે થયો હતો અને બેન્ક સ્ટાફના ખરાબ વ્યવહાર ખરાબ સર્વિસનો હવાલો આપતા તેને ત્યાથી તમામ રકમ કાઢી લીધી હતી અને દરેક નોટને બેન્કના કર્મીઓના હાથે ગણીને આપવાની માંગ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીબો પર સનવિયર નામના આ વ્યક્તિએ બેન્ક ઓફ શંઘાઇની બ્રાંચમાંથી 5 મિલિયન યુઆન એટલે કે 5,84,74,350 રૂપિયા કાઢી લીધા હતા, તે વ્યક્તિનું કહેવુ ચે કે તેને બેન્કના ખરાબ વ્યવહારને કારણે તમામ પૈસા કાઢીને બીજી બેન્કમાં જમા કરાવી દીધા હતા.
વ્યક્તિએ જણાવ્યુ કે બે બેન્ક કર્મચારીઓએ લગભગ 2 કલાકમાં બેન્કની સિંગલ કરન્સી કાઉન્ટરથી તેની જમા રકમ કાઢી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે આ ઘટના બાદ સનવિયરે બેન્કની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને આ પોસ્ટના વાયરલ થતા જ તેની ઓનલાઇન ફોલોવિંગ વધીને 1.7 મિલિયન થઇ ગઇ છે.