મલાઇકા અરોડાને બોલિવૂડની મોસ્ટ ફેશનેબલ અને સ્ટાઇલિશ ડીવા માનવામાં આવે છે. તેની સ્ટાઇલ અને ફેશન સેન્સને તેના ચાહકો ફોલો કરતા હોય છે, ત્યારે ફરી વખત મલાઇકા એક સેક્સી અવતારમાં સ્પોટ થઇ હતી. મલાઇકા અરોડા રવિવારની રાતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂરના ઘરે ક્રિસમસ પાર્ટીમાં પહોંચી હતી. અહિંયા મલાઇકા જ્યારે પોતાની કારમાંથી ઉતરી રહી હતી ત્યારે અચાનક જ તેનો પગ પસ્યો હતો અને તે પડતાં પડતાં બચી ગઇ હતી. તેની પાસે રહેલા એક વ્યક્તિએ તેને પકડી લીધી હતી. અને ત્યારબાદ તે નોર્મલ થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે કરિશ્મા કપૂરના ઘરે પહોંચેલી મલાઇકાએ બોટલ ગ્રીન કલરનું વેલવેટ શર્ટ અને મેચિંગ શોર્ટ સાથે જ બ્રોલેટ વ્હાઇટ હીલ્સ પહેરી હતી. આ આઉટફીટ સાથે મલાઇકાએ ગ્રીન કલરનું સ્લિંગ બેગ કેરી કર્યું હતું. મલાઇકાએ પાર્ટી માટે ખાસ મિડિલ પાર્ટેડ ઓપન હેયર અને ન્યૂડ ગ્લોસી મેકઅપ કર્યો હતો, જેમાં તે ઘણી જ ગ્લેમરસ લાગી રહી હતી.