સોશિયલ મીડિયા પર ક્યારેક રસપ્રદ વાર્તા અને વીડિયો વાયરલ થઇ જાય છે જે રસપ્રદ હોય છે. એક માણસની કહાની વાયરલ થઇ રહી છે જેને એક એવી યુવતીને નોકરી પર રાખી છે જે તેને થપ્પડ મારે છે. આ યુવતી તે વ્યક્તિને થપ્પડ ત્યારે મારે છે જ્યારે તે વ્યક્તિ ફેસબુક યૂઝ કરે છે. વ્યક્તિએ આ યુવતીને ખુદ ભાડા પર રાખી છે. રસપ્રદ વાત એ છે કે આ સમાચાર પર વિશ્વના સૌથી અમીર માણસ એલન મસ્કે પ્રતિક્રિયા પણ આપી છે.
આ ઘટના અમેરિકાની છે. લાઇવ મિંટના એક રિપોર્ટ અનુસાર, એક ભારતીય મૂળના અમેરિકન વ્યક્તિએ ફેસબુકની ટેવથી પરેશાન થઇને આ નિર્ણય કર્યો છે.જોકે, આ ઘટના 9 વર્ષ જૂની છે પરંતુ તે ફરી એક વખત વાયરલ થઇ રહી છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર સૈન ફ્રાંસિસ્કોના બ્લૉગર મનીષ સેઠીએ એક મહિલાને કામ પર રાખી હતી જે દર વખતે ફેસબુક તરફ જવા પર થપ્પડ મારતી હતી.
આટલુ જ નહી મનીષ સેઠીએ મહિલાને નોકરી માટે આઠ ડૉલર પ્રતિ કલાકની ઓફર કરી હતી, જેની માટે મહિલાએ મનીષની બાજુમાં બેસીને કામ કરવુ પડતુ હતુ. આ દરમિયાન જેવા જ મનીષ સેઠી ફેસબુક ખોલતા હતા તે મહિલા તેમણે થપ્પડ મારતી હતી. સેઠીએ પોતાના એક બ્લૉગ પોસ્ટમાં લખ્યુ હતુ કે કારા નામની મહિલાને કામ પર રાખ્યા બાદ તેમની ખુદની ઉત્પાદકતા 98% થઇ ગઇ છે.
મનીષ સેઠીનો આ પ્રયોગ 9 વર્ષ જૂનો છે પરંતુ વિશ્વના સૌથી અમીર માણસ એલન મસ્કે આ વાયરલ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી તો તે ફરી બધાની સામે આવી હતી. એલન મસ્કે તેને શેર કરતા હૉટની ઇમોઝી બનાવી છે. જેવા જ એલન મસ્કે તેને શેર કરી તો મનીષ સેઠી તેની પર રિપ્લાય પણ કર્યો હતો. મનીષ સેઠીએ રિપ્લાય કરતા લખ્યુ કે આ તસવીરમાં યુવક હું જ છું. એલન મસ્કના શેર કર્યા બાદ મારી રીચ વધી જશે.