spot_img

હાથ પગ વગરના રિક્ષાચાલકને Anand Mahindraએ આપી દીધી મોટી ઓફર

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા (Social Media) પર સતત એક્ટિવ (Active) રહે છે. જેનો અવારનવાર પરચો આપણને તેમના ટ્વિટર હેન્ડલ (Twitter)પર મળતો રહે છે. સોશિયલ મીડિયા પરના વાયરલ વિડીયો પર તેમની બાજ નજર રહે છે. તેવી જ રીતે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર વધુ એક વાયરલ વીડિયો શેર કર્યો છે. જેમાં હાથ પગ વગરનો દિવ્યાંગ રિક્ષાચાલક મોડીફાઇડ કરેલી પોતાની રીક્ષા ચલાવી રહ્યો છે. જેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા વીડિયોને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે વ્યક્તિ શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ કુદરતે તેમણે જે વસ્તુ આપી છે. તેનાથી તેઓ ખુશ અને તેનો તેઓ આભાર માને છે. આનંદ મહિન્દ્રાએ વ્યક્તિને નોકરી આપવાની પણ ઓફર આપી દીધી છે. લોકોની પણ મદદ માંગી છે કે આ વ્યક્તિને શોધે અને તેની જાણકારી આપે

એક મિનિટ અને સાત સેકન્ડમાં વીડિયોમાં આપણે પણ સકારાત્મક વિચારવું જોઈએ તેઓ સંદેશો આપે છે. વીડિયોમાં હાથ પગ વગરનો એક વ્યક્તિ પોતાની મોડીફાઇડ રિક્ષાને કેટલા આત્મવિશ્વાસથી ચલાવી રહ્યો છે, કે વાત ન પૂછો. વીડિયોમાં વાતચીત પરથી ખ્યાલ આવી રહ્યો છે કે વિડિયો કદાચ દિલ્હીનો હોઈ શકે છે. અને ચાલક પણ દિલ્હીમાં જ રિક્ષા ચલાવતો હોઈ શકે છે.

આનંદ મહિન્દ્રાએ વિડિયો ને લઈને શું કહ્યું?

આ વિડીયો આજે મારી ટાઈમલાઈન પર મળ્યો મને ખ્યાલ નથી વિડિયો કેટલો જૂનો છે. અને કયા વિસ્તારનો, તેમ છતાં આ સજ્જન વ્યક્તિથી ચકીત છું. કારણકે તેમણે પોતાની શારીરિક સમસ્યાઓનો પણ સામનો કર્યો છે અને તેમની પાસે જે કંઈ પણ છે તેના માટે તેઓ આભારી છે. વધુમાં આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા લોજિસ્ટિકને ટેગ કરીને કહ્યું કે આ વ્યક્તિને મહિન્દ્રાના લાસ્ટ માઇલ પ્રોજેક્ટમાં બિઝનેસ એસોસીએટ બનાવી શકાય છે?

આનંદ મહિન્દ્રા આ ટ્વીટનો જવાબ આપતા એક વ્યક્તિએ કહ્યું કે આ રિક્ષાચાલકને સાઉથ દિલ્હીના મરોલી આસપાસ જોયો છે. પરંતુ તેનું પ્રોપર એડ્રેસ તેણે પણ ખ્યાલ નથી જોકે હવે આનંદ મહિન્દ્રા ની ટીમ આ જાદુઈ વ્યક્તિની શોધમાં લાગી ગઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles