બોલિવૂડની યંગ એક્ટ્રેસમાં સામેલ અનન્યા પાંડે (Ananya Panday)નું નામ ચર્ચામાં છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીબી (નાર્કોટિંગ્સ કંટ્રોલ બ્યૂરો)એ અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી અને તેના ઘરે રેડ પણ કરવામાં આવી હતી. અનન્યા બોલિવૂડની ઝડપથી ઉભરતી એક્ટ્રેસ છે અને તેની ફેન ફોલોવિંગ ઝડપથી વધી રહી છે.
તમને જણાવી દઇએ કે અનન્યાએ અત્યાર સુધી માત્ર ત્રણ ફિલ્મમાં કામ કર્યુ છે. આ ફિલ્મમાં સ્ટૂડન્ટ ઓફ ધ યર 2, પતિ પત્ની ઔર વો-2 અને ખાલી પીલી સામેલ છે. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કોઇ કમાલ બતાવ્યુ નથી પરંતુ તેમ છતા અનન્યાની પોપ્યુલારિટી ઝડપથી વધી રહી છે.
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો 23 વર્ષની અનન્યાની નેટવર્થ 72 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મમાં કામ કરવાના 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
ફિલ્મમાં કામ કરવા સિવાય અનન્યા કેટલીક બ્રાંડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ સારી કમાણી કરે છે. સોશિયલ મીડિયાની વાત કરીએ તો એકલા ઇંસ્ટાગ્રામ પર જ તેના 20.3 મિલિયન ફોલોવર્સ છે અને આ ફેન બેસનો ફાયદો તેણે બ્રાંડ પ્રમોશન કરવા પર મળે છે.
ચંકી પાંડેની પુત્રી અનન્યાને બાળપણથી જ ફિલ્મમાં એક્ટિંગ કરવાનું મન હતુ. તે પોતાના પિતાની જેમ જ બોલિવૂડમાં જગ્યા બનાવવા માંગતી હતી. 21 વર્ષની ઉંમરમાં તેણે સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી પોતાનો બોલિવૂડ બ્રેક મળ્યો હતો અને તે બાદ તેણે પાછળ ફરીને જોયુ નથી.
અનન્યાની આવનારી ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે લાઇગર છે. આ સિવાય તાજેતરમાં તેણે વધુ એક ફિલ્મ ખો ગયે હમ કહાં પર કામ શરૂ કર્યુ છે. આ સિવાય દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે એક અનટાઇટલ્ડ ફિલ્મ સામેલ છે.