spot_img

મંગળ ગ્રહના મેષ રાશીમાં પ્રવેશ કરવાથી 37 વર્ષબાદ સર્જાયો અંગારક યોગ, આ 8 રાશીના જાતકો માટે છે અશુભ

ગ્રહોનો અધિપતિ મંગળનું 27 જૂને રાશિ પરિવર્તન થયું છે,  મંગળે સવારે 6 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળનું આ રાશિ પરિવર્તન એટલા માટે પણ ખાસ છે કારણ કે 37 વર્ષ પછી મેષ રાશિમાં આ સંક્રમણથી અંગારક યોગ સર્જાયો છે… આ અંગારક યોગ ઘણી રીતે સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. આ અશુભ યોગની અસર દેશ-દુનિયા સહિત અનેક લોકો પર જોવા મળશે.

  • અંગારક યોગ કેટલો સમય રહેશે?

27 જૂને મંગળ ગ્રહે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં રાહુ ગ્રહ પહેલેથી જ બેઠો છે. મંગળ અને રાહુના સંયોગથી 37 વર્ષ બાદ મેષ રાશિમાં અંગારક યોગ સર્જાયો છે, જે 10 ઓગસ્ટ સુધી ચાલશે… આ પહેલા માર્ચ 1985માં રાહુ અને મંગળના સંયોગને કારણે મેષ રાશિમાં અંગારક યોગ રચાયો હતો…

  • મંગળ ગ્રહોનો સેનાપતિ

મંગળ ગ્રહોનો સેનાપતિ અને રાહુને અશુભ ગ્રહ કહેવાય છે. આ બંને ગ્રહો એકસાથે ખૂબ જ અશુભ પરિણામ આપે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ બે ગ્રહોના સંયોગથી બનેલો અંગારક યોગ ધનહાનિ, વાદ-વિવાદ, તકરાર, ઉધાર, ખર્ચ અને કુદરતી આફતોનું કારણ બની શકે છે. તેથી, લોકોને અંગારક યોગ હોય ત્યાં સુધી ખૂબ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.

  • આ 8 રાશિના જાતકો સાવધાન રહો

મંગળના રાશિ પરિવર્તનને કારણે બનેલો અંગારક યોગ 8 રાશિના લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. તે મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. તમારા પરિવારમાં અણબનાવ થઈ શકે છે. નોકરી, ધંધા માટે સમય મુશ્કેલ બની શકે છે. ગુસ્સો અને અસંગત વાણી તમારી પરેશાનીમાં વધારો કરશે

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles