ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ શરૂ થનારી ટેસ્ટ મેચ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેને પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કમાન સોપવામાં આવી છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ટીમમાં સામેલ થશે અને ટીમની કમાન સંભાળશે.
ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ:
અજિંક્ય રહાણે (કેપ્ટન), લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકી), કેએસ ભરત (વિકી), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા
ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનો કાર્યક્રમ
17 નવેમ્બર- પ્રથમ ટી-20 (જયપુર)
19 નવેમ્બર- બીજી ટી-20 (રાંચી)
21 નવેમ્બર- ત્રીજી ટી-20 (કોલકાતા)
પ્રથમ ટેસ્ટ- 25-29 નવેમ્બર (કાનપુર)
બીજી ટેસ્ટ- 3-7 ડિસેમ્બર (મુંબઇ)
જયંત યાદવને મળી તક
જયંત યાદવનો પણ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયંત યાદવે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2017માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી. 31 વર્ષના જયંત યાદવે અત્યાર સુધી ભારત માટે ચાર ટેસ્ટ મેચમાં 11 વિકેટ ઝડપી છે. આ સિવાય તેના બેટથી 228 રન પણ બન્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ ચે. જયંત યાદવ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ છે.