ભારત(India)અને દક્ષિણ આફ્રિકા(South Africa) વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં (DRS)ના નિર્ણય બાદ વિવાદ સર્જાયો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને અન્ય સભ્યો ત્યારે પોતાની નારાજગી(Resement) વ્યક્ત કરી જ્યારે અંતિમ 45 મિનિટની રમત બાકી હતી. આફ્રિકન ટીમના કેપ્ટન ડીન એલ્ગરેને વિવાદીત રીતે(DRS)ના નિર્ણય બાદ નોટ આઉટ જાહેર કરાયો હતો.
સાઉથ આફ્રિકાના ચાલી રહેલી બેટિંગમાં 21મી ઓવરમાં એલ્ગર સીધી રીતે આર. અશ્વિનની બોલ પર LBW આઉટ થયો હતો પરંતુ રિપ્લેમાં પણ દેખાયુ કે બોલ સ્ટમ્પ પર જ આવી રહ્યો હતો. તેમ છતાં પણ તેને નોટા આઉટ જાહેર કરાતાં ભારતીય કેપ્ટન અને અન્ય પ્લેયર્સે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય ખેલાડીઓ જાણતા હતા કે તેમની દરેક વાતચીત સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ રહી છે. એટલે સ્ટમ્પ માઈકનો ઉપયોગ તેમને પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે કર્યો આ દરમિયાન એક ભારતીય ખેલાડીએ કહ્યું, “આખો દેશ 11 ખેલાડીઓ સામે છે.” તો બીજા એક ભારતીય પ્લેયર્સે કહ્યું કે આશા રાખીએ કે માઈક્રોફોન અમારી વાતો રેકોર્ડ કરી રહ્યું હોય.
અશ્વિન પણ કેટલાક મુદ્દે કટાક્ષ કરતાં પોતાને રોકી શક્યો નહીં, તેણે કહ્યું, “‘સુપરસ્પોર્ટ’ તમારે જીતવા માટે વધુ સારી રીતો શોધવી જોઈએ.” આ માટે, કોહલીએ કહ્યું, “માત્ર વિરોધી ટીમ જ નહીં.” ધ્યાન આપો. તમારી ટીમને પણ. દરેક સમયે લોકોને પકડવાનો પ્રયાસ કરે છે.” દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બે વિકેટે 101 રન બનાવ્યા હતા અને હવે તે લક્ષ્યાંકથી 111 રન પાછળ છે. ત્રણ મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે.