અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નડિયાદના વતની અને વર્ષોથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયેલા પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરવામાં આવતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લાના નડિયાદના વતની 45 વર્ષીય અમિત પટેલની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમિત પટેલ કોલંબસમાં આવેલી એક બેંકમાં નાણાં ડિપોઝિટ કરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા લોકોએ શરીરના ભાગે ગોળી મારી હત્યા કરી હતી.
અમિત પટેલ વર્ષોથી અમેરિકામાં રહેતા હતા અને તે ગેસ સ્ટેશનના માલિક હતા. 3 વર્ષની અમિત પટેલની પુત્રીનો જન્મ દિવસ હતો અને તેમના પિતાનું તે જ દિવસે મૃત્યુ થતા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિદેશમાં અવાર નવાર ગુજરાતીઓ પર હુમલાના બનાવો બનતા રહે છે ત્યારે ફરી એક વખત ગુજરાતી પર હુમલો કરવામાં આવતા વિદેશ જવા ઇચ્છુક ગુજરાતીઓ પર મોટી આફત તૂટી પડી છે અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.