બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ફેન્સ લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા હતા. ગુરુવારે, અભિનેત્રીએ ચાહકોને ટ્રીટ આપીને તેના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.અનુષ્કા શર્મા ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં પૂર્વ ભારતીય કેપ્ટન ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મની પ્રથમ ઝલક શેર કરવામાં આવી છે. જેમાં અનુષ્કા શર્મા મેદાનમાં બેટ પકડીને જોવા મળી હતી. ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં અનુષ્કાને ક્રિકેટરની ભૂમિકામાં જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. જો કે બીજી તરફ ટ્રોલ કરનારાઓ પણ સક્રિય થઈ ગયા.
અનુષ્કા શર્મા તેના લુક માટે ટ્રોલ થઈ રહી છે. ઘણા લોકો માને છે કે અનુષ્કા શર્મા કોઈ પણ એન્ગલથી ઝુલન ગોસ્વામી જેવી દેખાતી નથી. ઊંચાઈ, ચામડીનો રંગ, બંગાળી ઉચ્ચારથી લઈને દેખાવ સુધી, ઝુલન ગોસ્વામી સાથે કંઈ મેળ ખાતું નથી.
એક નહીં પરંતુ ઘણા લોકો માને છે કે અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામી જેવી દેખાતી નથી.