દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પ્રથમ વન ડેમાં અડધી સદી ફટકારનાર શિખર ધવન ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે. શિખર ધવન સાથે દિલ્હી કેપિટલ્સમાં તેમની સાથે ઓપનિંગ કરનારા પૃથ્વી શૉની પણ ધમાકેદાર એન્ટ્રી થવાની છે. બન્ને ઓપનર કોમેડી કિંગ કપિલ શર્માની હસીની ગુગલી વિરૂદ્ધ એક્શનમાં હશે.
સોની ટીવીએ આ એપિસોડ પહેલા પ્રચાર પ્રસાર માટે એક વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં કપિલ શર્મા બન્ને બેટ્સમેનોનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ કપિલ શર્મા પૃથ્વી શૉને એક દિવસ માટે સ્કૂલ છોડવા અને ગેસ્ટ શોમાં આવવા માટે આભાર માને છે.
https://www.instagram.com/tv/CY3gXbassqm/?utm_source=ig_web_copy_link
શો દરમિયાન કપિલ શર્મા શિખર ધવન અને પૃથ્વી શો સાથે મજાક કરતા જોવા મળશે. શોની એક ક્લિપમાં કોમેડી કિંગ કપિલ ઓપનર શિખર ધવનની ટાંગ ખેચતો પણ જોવા મળે છે. પૃથ્વી શો સાથે પણ રસપ્રદ સવાલ પૂછે છે. કપિલે પૃથ્વી શોને કહ્યુ કે, પૃથ્વી, તમારી કોઇ ગર્લફ્રેન્ડ છે શું? પૃથ્વી તેની પર જવાબ આપતા પોતાના હોઠ પર મારે છે. કપિલ ફરી મજાકમાં કહે છે, ના તો પછી હોઠ પર આમ કેમ કર્યુ તમે? આ સાંભળીને બન્ને હસવા લાગે છે.
ધ કપિલ શર્મા શોમાં પૃથ્વી સિવાય શિખર ધવનની પણ ટાંગ ખેચવામાં આવે છે. કપિલ શર્મા શિખર ધવનને પૂછે છે, શિખર પાજી મે અફવા સાંભળી છે કે જ્યારે તમે રમવા જાવો છો ત્યારે તમે સાથી ખેલાડીઓના મોજા લઇ લો છો. જેની પર શિખર ધવન જવાબ આપે છે, જુરાબ પણ માંગી છે, સપોર્ટર પણ માંગ્યા છે. કપિલ શર્મા શિખર અને પૃથ્વીને એમ પણ પૂછે છે કે શું તેમણે ક્યારેય કોઇ મેચ દરમિયાન વિરોધી ટીમની પ્લાનિંગ સાંભળવાનો પ્રયાસ કર્યો છે. જેની પર પૃથ્વી હસતા કહે છે કે તેમણે એક વખત આવુ કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિખર ધવનની ટીમ ઇન્ડિયાના વ્હાઇટ બોલ ક્રિકેટમાં વાપસી થઇ ચુકી છે અને તે આ સમયે સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ સાથે વન ડે શ્રેણી રમી રહ્યો છે, તેણે પ્રથમ વન ડેમાં 79 રનની ઇનિંગ્સ રમી હતી, તેણે 84 બોલમાં પોતાની ઇનિંગ્સમાં 10 બાઉન્ડ્રી ફટકારી હતી. બીજી તરફ પૃથ્વી શો ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ નેશનલ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.