એપલ ઇવેન્ટમાં MacBook Pro લોન્ચ કરવામાં આવ્યા છે. 14 ઇંચ અને 16 ઇંચ એમ બે વેરિયન્ટ્સમાં લોન્ચ કરાયેલા MacBook Pro સાથે એપલે M1 Pro અને M1 Max ચિપસેટ પણ લોન્ચ કર્યું છે. M1 Pro અને M1 Max નવા મેકબુક પ્રોમાં આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે M1 Max ચિપસેટ કોઇ પણ લેપટોપમાં આવતું સૌથી ઝડપી ચિપસેટ છે. MacBook Proની સાથે હવે ટચ બાર હટાવી દેવામાં આવ્યું છે. તે સિવાય હવે MacBook Proની ડિસ્પ્લેમાં પણ iPhoneની જેમ નોચ આપવામાં આવ્યો છે. જેને લઇને ડિબેટ થઇ શકે છે.
કંપનીનું કહેવું છે કે આ ફ્રન્ટ કેમેરાના પરફોર્મન્સ માટે બનાવવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તેનાથી ફૂલ એચડી વીડિયો રેકોડિંગ થઇ શકશે. ઓછા પ્રકાશમાં પણ તેનો ફ્રન્ટ કેમેરો ખૂબ ઇફેક્ટિવ રહેશે. કિંમતની વાત કરીએ તો 14 ઇંચનું MacBook Pro 2021 ભારતમાં 1,94,900 રૂપિયામાં મળશે જ્યારે 16 ઇંચનું MacBook Pro 2021 મોડલની કિંમત ભારતમાં 2,39,900 રૂપિયાથી શરૂ થઇ શકે છે. MacBook Proના નવા મોડલના વેચાણની શરૂઆત ભારતમાં 26 ઓક્ટોબરથી શરૂ થશે. તેને એપલ ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી કરી શકાશે.