અમેરિકન ટેક કંપની એપ્પલે નવો ઇતિહાસ રચ્યો છે. એપલે 3 ટ્રિલિયન ડૉલર (3 લાખ કરોડ ડૉલર) માર્કેટ વેલ્યૂના જાદુઇ આંકડાને પાર કરી લીધો છે. વોલમાર્ટ, ડિઝની, નેટફ્લિક્સ, નાઇકી, એક્સોન, મોબિલ, કોકા-કોલા, કોમકાસ્ટ, મોર્ગન સ્ટેનલી, મેકડોનાલ્ડ્સ, એટીએન્ડટી, ગોલ્ડમેન સેક્સ, બોઇંગ, આઇબીએમ અને ફોર્ડ જેવી વિશ્વની મોટી કંપનીઓનું તમે નામ સાંભળ્યુ હશે. વિશ્વની આ તમામ દિગ્ગજ કંપનીને ભેગી કરો તો પણ એપ્પલની માર્કેટ વેલ્યૂ ઘણી વધારે છે.
માત્ર 16 મહિનામાં 2થી 3 ટ્રિલિયન ડૉલર વેલ્યૂ
વર્ષ 1976માં કેલિફોર્નિયામાં એક ગેરેજથી શરૂ થયેલી આ કંપની 3 ટ્રિલિયન ડૉલરની થઇ ગઇ છે. એપ્પલે ઓગસ્ટ 2018માં એક ટ્રિલિયન ડૉલરનો જાદુઇ આંકડાને પાર કર્યો હતો, તેને આ સિદ્ધિ મેળવવામાં 42 વર્ષની રાહ જોવી પડી. બે વર્ષ પછી કંપનીની વેલ્યૂ 2 ટ્રિલિયન ડૉલરથી વધુ થઇ ગઇ છે. જ્યારે આગામી ટ્રિલિયન એટલે કે ત્રણ ટ્રિલિયન માર્કેટ વેલ્યૂ થવામાં કંપનીએ માત્ર 16 મહિના અને 15 દિવસ લાગ્યા હતા.
30 જનરલ ઇલેક્ટ્રિક્સ કંપનીની બરાબર
કોઇ પણ હિસાબે આ 3 ટ્રિલિયન ડૉલરનો આંકડો જોરદાર છે. આ વિશ્વની તમામ ક્રિપ્ટોકરન્સીના મૂલ્યથી વધારે છે. આ બ્રિટન અથવા ભારતની GDPની બરાબર છે. આ લગભગ છ જેપી મોર્ગન ચેન્જ સૌથી મોટી અમેરિકન બેન્ક અથવા 30 જનરલ ઇલેક્ટ્રિક્સ કંપનીની બરાબર છે.
ઇન્ડેક્સમાં વેલ્યૂએશન પર નજર રાખનારા એક વિશ્લેષક હાવર્ડ સિલ્વરબ્લેટ અનુસાર, એપ્પલ હવે એસએન્ડપી 500નું કુલ મૂલ્યનું લગભગ 7% છે, જે 1984માં આઇબીએમના 6.4%ના રેકોર્ડને તોડે છે. Apple આખા વૈશ્વિક શેર બજાર (Global Stock Markets)ના વેલ્યૂના એકલા લગભગ 3.3% છે.