ધર્મઃ લોકોની રાશિ તેમના સ્વભાવનો અરીસો હોય છે. કોઇ પણ વ્યક્તિ વિશે તેમની રાશિથી ઘણુ જાણી શકાય છે. એવું કહેવામાં આવે છે કે અમુક રાશિની યુવતીઓ પોતાના પાર્ટનર પર સરળતાથી વિશ્વાસ મુકતી નથી. તે હંમેશા પોતાના પાર્ટનર પર શંકા રાખે છે. જેને કારણે અમુકવાર આ રાશિની યુવતીઓના સંસારમાં ખટરાગ રહેતો હોય છે. તેમના શંકાશીલ સ્વભાવને કારણે પતિ સાથે સંબંધો સારા રહેતા નથી.
મેષ, વૃષભ અને ધન રાશિની યુવતીઓ પોતાના પાર્ટનરને હંમેશા શંકાની નજરોથી જુએ છે. તે પોતાના પાર્ટનરની જાસૂસી કરતી રહે છે. પાર્ટનર ક્યાં અને કોની સાથે ફરે તે અંગે વારંવાર સવાલો પૂછ્યા કરે છે. પતિ સત્ય બોલતો હોય છતાં આ પ્રકારની સ્ત્રીઓને જવાબોથી ક્યારેય સંતોષ મળતો નથી.
મેષ રાશિની મહિલાઓ સારી જાસૂસ બની શકે છે. આ પ્રકારની સ્ત્રીઓનો સ્વભાવ ડોમિનેટિંગ હોય છે અને તે પાર્ટનરને પોતાના કાબૂમાં રાખવામાં માને છે. જેથી તે સરળતાથી બોયફ્રેન્ડ કે પતિ પર વિશ્વાસ મુકતી નથી. તે જાસૂસી કરવામાં માહેર હોય છે અને તેને પાર્ટનરની જાસૂસી કરવાથી સંતોષ માને છે. આ પ્રકારની મહિલાઓ પતિને સતત સવાલો પૂછીને પરેશાન કરી મુકે છે જેથી આ પ્રકારની મહિલાઓનું જીવન લાંબુ ટકતુ નથી.
મેષની જેમ વૃષભ રાશિની મહિલાઓને અન્યના જીવનમાં શું બની રહ્યું છે તે જાણવાનો ખૂબ શોખ હોય છે. તે મિત્રો કે સગાસંબંધીઓ પાસેથી ગુપ્ત વાતો કઢાવવા માટે ખૂબ ઉત્સુક હોય છે. તે પાર્ટનરના ઇમેઇલ, ફોન ચેક કરવાની ટેવ ધરાવતી હોય છે. તે પતિ પર ફેસબુક કે અન્ય માધ્યમથી નજર રાખે છે.
ઘણીવાર પોતાના આવા શંકાશીલ સ્વભાવને કારણે પાર્ટનરને મુશ્કેલીમાં મુકે છે. તેને પાર્ટનરની જાસૂસી કરવામાં કોઇ શરમ સંકોચ નથી. તેને એમ કરવામાં કોઇ અફસોસ પણ થતો નથી. . તેમને કોઈ પુરાવો ન મળે તો તે પોતાનું સંશોધન અટકાવી દે છે.ધન રાશિની મહિલાઓ પણ ઉપર મેષ અને વૃષભ રાશિની મહિલાઓની જેમ જાસૂસી કરી સંતોષ માનતી હોય છે. તેને સતત અસુરક્ષાની ભાવના રહે છે. તે પાર્ટનરને કોઇ સાથે વાતો કરતા પણ જોઇ શકતી નથી.
આ રાશિના લોકો જન્મજાત શંકાશીલ સ્વભાવના હોય છે. તે ક્યારેય કોઇ અજાણી વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ મુકી શકતા નથી. આ રાશિની છોકરીઓ તેમના પાર્ટનરનો પીછો કરી જાસૂસી કરતી હોય છે. તે તેમના વ્હોટ્સએપ, મેસેજ, સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતી રહે છે. આ રાશિની છોકરીઓ સાથીને સ્પેસ આપવામાં માનતી નથી. તે અન્યોની પ્રાઇવેસીનું પણ ધ્યાન રાખતી નથી