મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના બ્રેકઅપના સમાચાર ફરી એક વખત ચર્ચામાં છે. કેટલાક સમય પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે ગત મહિને ડિસેમ્બરમાં બન્નેના માલદીવ વેકેશન બાદ અફવા પૂર્ણ થઇ ગઇ છે. 31 ડિસે્મબરે પણ મલાઇકા અને અર્જૂનના ઇંસ્ટાગ્રામ પર એક બીજા માટે પોસ્ટ દેખાઇ હતી. હવે ફરી એક વખત ચર્ચા શરૂ થઇ છે કે અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા પોતાના ચાર વર્ષનો સબંધ પૂર્ણ કરી દીધો છે. અર્જૂન કપૂરે સોશિયલ મીડિયા પોસ્ટ અને મલાઇકાના કેટલાક દિવસથી ના દેખાવા પર બન્ને વચ્ચે કઇક ગડબડ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
અર્જુન કપૂર 29 ડિસેમ્બરે કોરોના પોઝિટિવ થયો હતો. તે બાદથી તે આઇસોલેશનમાં રહ્યો અને 14 દિવસથી કોઇને મળી શક્યો નથી. બોલિવૂડ લાઇફના રિપોર્ટ અનુસાર, સોર્સનું કહેવુ છે કે મલાઇકા છ દિવસથી ઘરની બહાર નીકળી નથી. બ્રેકઅપ બાદ તે ઘણી તૂટી ગઇ છે અને પુરી રીતે આઇસોલેશનમાં છે. બીજી તરફ અર્જુન ત્રણ દિવસ પહેલા બહેન રિયા કપૂરના ઘરે ગયો હતો. મલાઇકા અરોરાનું ઘર પાસે જ છે પરંતુ તે તેને મળવા નહતો ગયો.
જ્યારે સત્ય આ છે કે મલાઇકા ઘરમાં કેદ નથી, તેમણે પોતાના ડૉગને વોક કરતા જોઇ ચુકાઇ છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ પોતાની સુંદર તસવીર શેર કરી રહી છે, તેણે આજે પણ ઇંસ્ટા સ્ટોરી પર કેટલીક પોસ્ટ કરી છે. બીજી તરફ અર્જુન કોરોના પોઝિટિવ છે તો તે 14 દિવસથી કોઇને મળી શકતો નહતો. કારણ કે રિયા કપૂર અને કરણ બુલાનીને પણ કોરોના થયો તો અર્જુનને તેમને મળવામાં કોઇ તકલીફ થઇ નહતી. કોરોનાના પ્રતિબંધને કારણે સેલેબ્સ ઘરે જ છે.
31 ડિસેમ્બરે મલાઇકાએ પોસ્ટ કર્યુ હતુ કે તે અર્જુનને મિસ કરી રહી છે. બન્નેના ઇંસ્ટાગ્રામ પર એક જેવી જ તસવીરો હતો. બીજી તરફ ઇંસ્ટાગ્રામ પર બન્નેએ એક બીજાને અનફોલો પણ નથી કર્યા. પોસિબલ છે કે જલ્દી બન્ને સાથે તસવીર કરીને આ અફવાને ઉડાવી દેશે. થોડી રાહ જુવો.