spot_img

કપડવંજના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કિમ ખાતે નિધન થતાં પરિવાર શોકમગ્ન , જવાનના પાર્થિવ દેહને માદરે વતન લવાયો

32 વર્ષીય આર્મી જવાનનું સિક્કિમ ખાતે હાર્ટએટેક આવતાં અવસાન થયું હતું. કપડવંજ શહેરમાંથી યાત્રા પસાર થતાં જવાનના પાર્થિવ દેહને લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડીયાના વતની અને દેશ પ્રેમી આર્મી જવાનનું સિક્કિમ ખાતે નિધન થયું છે . આર્મી જવાનના પાર્થિવદેહને આજે ગુરૂવારે માદરે વતન લાવવામાં આવતાં પુરેપુરુ ગામ સહિત પંથક હિબકે ચઢ્યું છે . શેર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના 32 વર્ષીય આર્મી જવાન હિતેશ પરમારનું તાજેતરમાં સિક્કિમ ખાતે હાર્ટએટેક આવતાં અવસાન થયું છે .
ગઈકાલે મોડી રાત્રે જવાનના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો . જ્યાંથી બીજા દિવસે એટલે કે આજે ગુરુવારની સવારે આર્મી જવાન હિતેશ પરમારના પાર્થિવ દેહને તેમના માદરે વતન કપડવંજ તાલુકાના ઘડિયા ગામે લવાયો છે . આ પહેલા તાલુકા મથક કપડવંજ શહેરમાંથી યાત્રા પસાર થતાં તેમના પાર્થિવદેહને લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી . ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આર્મી જવાનના પાર્થિવદેહને માદરે વતન લાવવામાં આવ્યો છે . આ ઘટનાના પગલે પરિવાર શોકમગ્ન બન્યો છે તો ગામ અને પુરેપુરા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles