સોશિયલ મીડિયા પર સેનામાં ભરતીની અફવા ઉડતા મોટી સંખ્યામાં યુવક નાસિક પહોચી ગયા હતા. નાસિક રેલ્વે સ્ટેશન પર ભીડ ભેગી થઇ ગઇ હતી.
ફેક મેસેજમાં લખ્યુ હતુ કે 16થી 18 ડિસેમ્બરે નાસિકમાં ટીએ બટાલિયનમાં ભરતી કરવામાં આવશે. આ મેસેજને શહેરના એક ચોક પર પણ લગાવવામાં આવ્યો હતો, જેને જોઇને મોટી સંખ્યામાં બેરોજગાર યુવા નાસિકના દેવલાલી પહોચી ગયા હતા. ત્યા પહોચીને તેમણે ખબર પડી કે સેનામાં ભરતીની વાત માત્ર અફવા હતી. કોઇએ ખોટો મેસેજ ફેલાવ્યો છે. સેના તરફથી અત્યારે કોઇ ભરતી નથી થઇ રહી.
આ મામલે નાસિક રોડ પોલીસ સ્ટેશનના અધિકારીનું કહેવુ છે કે, “બહારથી આવી રહેલા લોકોને ખબર પડી કે 16-18 ડિસેમ્બર વચ્ચે સેનાની ટીએ બટાલિયનમાં ભરતી છે. સોશિયલ મીડિયા પર કોઇએ અફવા ફેલાવી છે. નાસિક પહોચેલા યુવાઓને જ્યારે આવી ખબર પડી કે સેનામાં ભરતીની વાત પુરી રીતે ખોટી છે તો તે નિરાશ થયા હતા.”
પોલીસ આ ફેક મેસેજ ફેલાવનારાને શોધી રહી છે. આ મેસેજ મરાઠીમાં લખેલો હતો. પોલીસે યુવાઓને અપીલ કરી છે. ભ્રામક અને ફેક મેસેજ પર વિશ્વાસ ના કરો. સેનાના દેવલાલી કેમ્પ વિસ્તારમાં કોઇ પણ વિભાગમાં ભરતીની પ્રક્રિયા ના હોવાની જાણકારી પોલીસે જ યુવાઓને જણાવી હતી.
તમામ યુવાઓને સાચી જાણકારી આપીને પોલીસે પોત પોતાના ઘરે મોકલી દીધા છે. યુવાઓનું કહેવુ છે કે અહી પહોચ્યા બાદ તે નિરાશ થયા હતા, તેમણે લાગતુ હતુ કે સેનામાં ભરતી થયા બાદ તેમની બેરોજગારી દૂર થઇ જશે પરંતુ ખોટા મેસેજે યુવાઓની તમામ આશા પર પાણી ફેરવી દીધુ હતુ.