મુંબઇઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન જેલમાંથી મુક્ત થયો છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રહેલા આર્યન ખાન જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આર્યનને લેવા માટે શાહરૂખ ખાન પોતે પહોંચ્યો હતો. આર્યન ખાનનો પરિવાર આજે ખૂબ ખુશ છે. આર્યન ખાનની ઘરવાપસી પર બોલિવૂડના પણ ખુશ જોવા મળ્યા હતા. અનેક બોલિવૂડ સ્ટાર્સે ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી હતી.
6 ગ્રામ ચરસ જપ્ત થવા પર દુનિયાના દેશોમાં કેવી અને કેટલી સજા કરવામાં આવે છે?
આર્યન ખાન શાહરૂખ ખાનની કારમાં બેસીને ઘરે જવા રવાના થયો હતો. જેલના અધિકારીઓએ કહ્યું કે આર્યનની મુક્તિની પ્રક્રિયા ખત્મ થઇ ચૂકી છે. આર્યન ખાનની સાથે સાથે અન્ય લોકોની જેલ મુક્તિની પ્રક્રિયા ખત્મ થઇ ગઇ છે.
આર્યન ખાનના જામીન જૂહી ચાવલાએ લીધા હતા. તેણે કોર્ટમાં કહ્યું કે તે આર્યન ખાનને બાળપણથી ઓળખે છે. શાહરૂખ ખાનના વકીલે કહ્યું કે જૂહી ચાવલા બાળપણથી જ આર્યન ખાનને જાણે છે અને બંન્નેના પારિવારીક સંબંધો છે. આર્યન ખાનનો બેલ ઓર્ડર પાંચ પેજનો હતો. જેમાં આર્યન અને તેના મિત્રોને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. સાથે કેટલીક શરતોનુ પાલન પણ કરવાનો આદેશ કરાયો છે.