spot_img

VIDEO: દેશમાં તૈયાર થયેલ 5G નેટવર્કનું સફળ પરીક્ષણ, દેશનો પ્રથમ 5G કોલ કરનાર મંત્રી બન્યા અશ્વિની વૈષ્ણ

દેશમાં 5G કોલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. ત્યારે આત્મનિર્ભર થવાની દિશામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. IIT મદ્રાસમાં 5G કોલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે.  કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્વણે આ જાણકારી આપી છે.. તેમણે જણાવ્યુ કે 5G નેટવર્કની તમામ ડિઝાઈન ભારતમાં જ ડેવલપ કરાઈ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી 5G નેટવર્ક પર વીડિયો કોલ પણ કર્યો હતો.  આ 5G બેડને કુલ 8 ઈન્સ્ટીટ્યુટે મળીને તૈયાર કર્યો છે. તેને IIT મદ્રાસના નેતૃત્વમાં ડેવલપ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં IIT દિલ્હી, IIT  હૈદરાબાદ, IIT  બોમ્બે, IIT  કાનપુર, IISC બેંગલોર, સોસાયટી ફોર એપ્લાઈડ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ અને સેન્ટર ઓફ એક્સીલેન્સ ઈન વાયરલેસ ટેકનેલોજીનો સમાવેશ થાય છે.

હાલમાં જ સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં 220 કરોડનો ખર્ચ થયો છે. આ ટેસ્ટબેડ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ માટે સપોર્ટિવ ઈકોસિસ્ટમને મદદરૂપ થશે. ટેલિકોમ મંત્રાલયે જણાવ્યુ છે કે આ વર્ષના અંત સુધીમાં 5G ટેક્નોલોજીને તૈયાર કરી લેવામાં આવશે. પીએમ મોદીએ બે દિવસ પહેલા જ 17મેએ 5G ટેસ્ટબેડને લોંચ કર્યુ હતુ.. આ 5G ટેસ્ટબેડ દેશની ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપને સપોર્ટ કરશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles