spot_img

Hockey Asia Cup 2022: એશિયા કપમાં ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી કચડ્યુ, પાકિસ્તાન થયુ બહાર

હોકી એશિયા કપ-2022માં ભારતે ઈન્ડોનેશિયાને 16-0થી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાઈ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ભારતની આ જીત સાથે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે અને તે વર્લ્ડ કપ-2023માંથી બહાર થઈ ગયું છે.

ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2022ના નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવવા માટે આ મેચમાં મોટી જીતની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ આવું જ કર્યું અને 16-0ના સ્કોરથી જીત મેળવી. ભારતે આ મેચમાં શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને પહેલા ક્વાર્ટરમાં જ ગોલ કર્યો હતો.

આ પછી પ્રથમ ક્વાર્ટરમાં ભારતનો સ્કોર 3-0 હતો, જે બીજા ક્વાર્ટરમાં 6-0 થઈ ગયો. ત્રીજા ક્વાર્ટરમાં આ સ્કોર 10-0 થયો અને અંતે સ્કોર 16-0 થઈ ગયો. આ સાથે ટીમ ઈન્ડિયાએ ઈન્ડોનેશિયા પર જોરદાર જીત નોંધાવી છે.

આ મેચની અસર 2023માં યોજાનાર હોકી વર્લ્ડ કપ પર પણ પડી છે. કારણ કે અહીં મોટા માર્જિનથી મેચ જીતનારી ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ હોત. હવે જ્યારે ભારત જીત્યું છે, તે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે અને પાકિસ્તાન બહાર થઈ ગયું છે.

ભારત ઉપરાંત જાપાન, કોરિયા અને મલેશિયા પણ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. જ્યારે પાકિસ્તાનનું પત્તું વર્લ્ડ કપમાંથી કપાઈ ગયું છે. બીજી તરફ આ એશિયા કપની વાત કરીએ તો જાપાન અને ભારત નોકઆઉટ મેચ માટે ક્વોલિફાય થઈ ગયા છે.

એશિયા કપની ટેલીમાં જાપાનના 9 પોઈન્ટ છે જ્યારે ભારતના 4 પોઈન્ટ છે. ભારતે આ એશિયા કપમાં અત્યાર સુધીમાં 19 ગોલ કર્યા છેઆવી સ્થિતિમાં તેનો સ્કોર +13 છે, જેના કારણે તેને આગળ વધવામાં મદદ મળી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles