spot_img

અખિલેશ યાદવ મૈનપુરીના કરહલથી લડશે વિધાનસભાની ચૂંટણી, સમાજવાદી પાર્ટીની જાહેરાત

અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. અત્યાર સુધી એવી અટકળો હતી કે અખિલેશ યાદવ આઝમગઢના ગુન્નૌરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે પરંતુ સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની બેઠકની જાહેરાત કરી છે.

પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનો આ બેઠક પર નજીકનું જોડાણ રહ્યુ છે. મુલાયમ સિંહ યાદવે કરહલના જૈન ઇન્ટર કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ અને તે અહી શિક્ષક પણ રહ્યા છે. કરહલ મુલાયમ સિંહ યાદવના ગામ સૈફઇથી માત્ર ચાર કિલોમીટરના અંતર પર છે.

કરહલ વિધાનસભા બેઠક પર સમાજવાદી પાર્ટીનો સાત વખત કબજો રહ્યો છે. આ વિધાનસભા બેઠક પરથી 1985માં દલિત મજૂર ખેડૂત પાર્ટીના બાબુરામ યાદવ, 1989 અને 1991માં સમાજવાદી જનતા પાર્ટી અને 1993,1996માં સપાની ટિકિટ પર બાબુરામ યાદવ ધારાસભ્ય બન્યા હતા. 2000ની ચૂંટણીમાં સપાના અનિલ યાદવ, 2002માં ભાજપ અને 2007,2012 અને 2017માં સપાની ટિકિટ પર સોવરન સિંહ યાદવ ધારાસભ્ય ચૂંટાયા હતા.

મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભાની બેઠક માટે 10 ફેબ્રુઆરીથી મતદાન યોજાશે. સાત તબક્કામાં યુપીમાં મતદાન યોજાશે. 10 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles