દરિયા કિનારાઓ પાસે મોટા ડુંગરો હોય.મોટા તળાવો પાસે મોટા પહાડો હોય. ડુબતો સુરજ હોય તો કોને જોવો ન ગમે. પરંતુ આ સુંદરતા જોતા જોતા કોઈ ભયાનક દુર્ઘટના સર્જાય તો કોઈને પણ બીજીવાર ત્યાં જવાનું સાહસ ન કરે.
આજે આવી જ એક ઘટના ઘટી જેનાથી સૌ કોઈ આવાક રહી ગયુ છે. બ્રાજિલ દેશમાં એક મોટા તળાવમાં ઘટના ઘટી જેમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
બ્રાજિલમાં આવેલી ફર્નાસ નામનું તળાવ આવેલુ છે. જેને બ્રાઝિલમાં મિનસ સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન સાઓ પાઉલોથી ઉત્તર દિશામાં 418 કિમી દુર છે. પ્રવાસીઓ માટે આ ખુબ જ આકર્ષણની જગ્યા માનવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ તળાવની આસપાસ આવેલા પહાડો પર ભારે વરસાદ વરસ્યો હતો. માટીના પહાડોની જમીન ખુબ જ ઢીલી થઈ ગઈ હતી. આજે સવારે કેટલીક બોટ આ ફર્નાસ તળાવમાં ફરવા માટે આવી. બોટમાં સવાર લોકો સ્થળનો લુફ્ત ઉઠાવી રહ્યા હતા. અચાનક માટીના પહાડોમાંથી એક માટી પહાડનો મોટો ભાગ તુટી પડ્યો. માટીના પહાડ જેવો તુટ્યો કે નજીકની બોટ પર જ પડ્યો. જેના કારણે બોટમાં સવાર 6 પ્રવાસીઓનું ઘટના સ્થળે મોત નિપજ્યુ અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ત્યાંના અધિકારીઓનો દાવો છે કે કેટલાક લોકો હજુ ગાયબ છે. પરંતુ કોણ ગાયબ છે તેની પૂરતી માહિતી મળી નથી. ફાયર વિભાગ દ્વારા ગુમ થયેલા લોકોની શોધ ખોળ ચાલી રહી છે.
WATCH: Part of canyon collapses onto boats in southeast Brazil; at least 1 dead, 15 injured pic.twitter.com/XqaIp01fw0
— BNO News (@BNONews) January 8, 2022
ઉલ્લેખનીય છે કે આટલી મોટી ઘટના બાદ પ્રસાસન સ્થળ તરીકે ઓળખાતા ફર્નાસ તળામાં અત્યારે પ્રવાસીઓને ફરવા જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સ્થાનિક પ્રશાશન હવે ઘટના મુળ કારણ સુધી પહોંચવાના પ્રયાસોમાં લાગી ગયુ છે.