સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસુચિતજાતી મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સી.આર.પાટીલ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓના પગ ધોયા હતા, તો સી.આર.પાટીલે પણ મહિલાઓના પગ ધોઇને સાફ કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ નાત જાતના ભેદભાવને ભૂલેની તમામ જાતીના લોકોએ સાથે મળીને ભાજપને જીતાડવા માટે મહેનત કરવાની હાંકલ કરી હતી. સાથે જ તેમણે સાંસદથી લઇને નાના કાર્યકરને પોતાના વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવનું જણાવ્યું હતું. તો સી.આર.પાટીલે પણ આગામી ચૂંટણીમાં ભાજપના 182 બેઠકો પર જીતના લક્ષ્યાંકને પહોંચીવડવા મહેનત કરવા લાગી જવાની સુચના આપી હતી.