વર્ષ 2021ની નવી વર્લ્ડ ટી-20 ચેમ્પિયન ઓસ્ટ્રીયન ટીમ બની ચુકી છે. રવિવારે ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 2021નો ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા 8 વિકેટે ન્યૂઝીલેન્ડને માત આપીને વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. ફાઇનલ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધું છે.
પહેલાં બેટિંગ કરવા ઉતરેલા ન્યૂઝીલેન્ડની ટીમે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરતાં 172 રન બનાવ્યા હતા, જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધારે 85 રન ફટકાર્યા હતા. કેપ્ટનની ધમાકેદાર બેટિંગની બદોલત ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનનો વિશાળ સ્કોર આપ્યો હતો. બીજી બેટિંગ કરવા ઉતેરલી ઓસ્ટ્રેલિયન ટીમની ઓપનિંગ ખૂબ સારી રહી હતી અને ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રન ફટકારીને મેચની બાજી પલ્ટી નાંખી હતી. તો ઓસ્ટ્રેલિયાની જીત માટે સૌથી મોટો હીરો મિચેલ માર્શ સાબિત થયો, જેણે ફાઇનલમાં ધમાકેદાર બેટિંગ કીને ન્યૂઝીલેન્ડને હાર તરફ ધકેલી દીધી હતી. મિચેલ માર્શ 50 બોલમાં 77 રનની ધમાકેધાર બેટિંગ કરીને જેમાં 6 ચોગ્ગા અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. વોર્નર અને માર્શે મળીને મેચને પલ્ટી નાંખી અને ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ ટીમને છ વર્ષબાદ કોઇ ટ્રોફિની હકદાર બનાવી અને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધી છે.
ટી-20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની જીતની યાદી
- સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું
- શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું
- ઇંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું
- બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
- વેસ્ટેન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
- પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું (સેમી-ફાઇનલમાં)
- ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું (ફાઇનલમાં)
ટી-20 વર્લ્ડકપ વિજેતાની યાદી
2007 ભારત
2009 પાકિસ્તાન
2010 ઇંગ્લેન્ડ
2012 વેસ્ટેન્ડિઝ
2014 શ્રીલંકા
2016 વેસ્ટેન્ડિઝ
2021 ઓસ્ટ્રેલિયા