નંબર વન ટેનિસ પ્લેયર યોકોવિચનો વિઝા ઓસ્ટ્રેલિયન સરકારે બીજી વખત રદ કરી દીધો છે. કોરોના વેક્સીન લીધા વગર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે પહોંચેલા યોકોવિકનો વિઝા પહેલી વખત કેન્સલ કરીને ઓસ્ટ્રેલિયન સરકારે તેને રેફ્યુજી માટેની હોટલમાં શિફ્ટ કરી દીધો હતો.
જોકે ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણય સામે યોકોવિચે અપીલ કરી હતી.હવે ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકે તેનો વિઝા ફરી રદ કરી દીધો છે.બીજી વખત વિઝા રદ થવાથી હવે યોકોવિચ પર ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધ લાગી શકે છે.
યોકોવિચ સરકારના આ નિર્ણય સામે અપીલ કરવાના મૂડમાં છે. ઉલ્લેખનીય છે કે યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમા રમવા પર મુશ્કેલ છે કારણ કે આ ટુનામેન્ટ 17 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે.
આ અગાઉ કોરોનાની રસી ના લીધી હોવાના કારણે યોકોવિચના વિઝા ઓસ્ટ્રેલિયાએ રદ કરી દીધા હતા. કોર્ટે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે મંજૂરી આપી હતી.આમ છતા ઈમિગ્રેશન મિનિસ્ટરે પોતાને મળેલી સત્તા હેઠળ તેને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો.