spot_img

CNG ના ભાવવધારા સામે ગુજરાતના રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં, આ તારીખથી થંભી જશે રીક્ષાના પૈડા

ગાંધીનગરઃ CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNGના ભાવ વધારાના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો હતો.

CNG ભાવ વધારા વિરોધી સમિતિએ જાહેરાત કરી હતી કે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. અને ત્યાર બાદ 15 અને 16 તારીખે રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે.

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અશોક પંજાબીએ જણાવ્યું કે, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત  આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. આ સાથે જ 15 તારીખ બાદ પણ માગ ના સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. 21 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા મક્કમતા દર્શાવાઈ છે. જો સરકાર CNG માં ભાવવધારો પાછો ખેંચે તો હડતાળ ના કરવાની પણ સમિતિમાં ચર્ચા થઈ હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles