ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. અવનીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.અવનીએ મહિલાઓની કેટેગરીમાં 10 મીટર એર સ્પર્ધા એસએચ-1માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીને આ જીત સરળતાથી નથી મળી. આ સુધી પહોંચવા માટે તેણે ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે.
વર્ષ 2012માં ફક્ત 12 વર્ષની ઉંમરમાં અવની લેખરાની લાઇફ એ સમયે બદલાઇ ગઇ જ્યારે એક દુર્ઘટનામાં તેને પેરાલિસિસનો શિકાર થવું પડ્યું. તે ચાલી શકતી નહોતી અને તેને વ્હીલચેરનો સહારો લેવો પડતો હતો પરંતુ અવની હિંમત હારી નહી અને ત્રણ વર્ષ બાદ અવનીએ શૂટિંગને પોતાની લાઇફ બનાવી અને ફક્ત પાંચ વર્ષની અંદર ગોલ્ડન ગર્લ બની ગઇ.
અવનીના પિતા જણાવે છે કે દુર્ઘટના બાદ અવની નિરાશ રહેતી હતી. કોઇ સાથે વાત કરતી નહોતી. તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તેની પીઠ કાપવી પડી હતી. બાદમાં મે તેને ડિપ્રેશનમાં બહાર કાઢવા માટે શૂટિંગમાં ધ્યાન આપવાનું કહ્યું. બાદમાં અવનીએ શૂટિંગને પોતાની લાઇફ બનાવી દીધી. આજે તેની મહેનતના કારણે જ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.