નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એક નવી શરૂઆત છે.
View this post on Instagram
અક્ષર પટેલની ફિયાન્સીનું નામ મેહા છે અને તે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. મેહાએ પોતાના હાથ પર અક્ષર પટેલના નામનું ટૈટૂ બનાવ્યું છે. મેહાને ટ્રાવેલિંગનો શોખ છે. તેના આ શોખની જાણકારી તેના ઇન્સ્ટા પ્રોફાઇલ પરથી ખ્યાલ આવે છે.