ભારતમાં ક્રિકેટનો ક્રેઝ છે. ભારતીય ખેલાડી કોઇ સ્ટારથી ઓછા નથી, તેમની સારી એવી ફેન ફોલોવિંગ હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના એક ખેલાડીનું નામ છે અક્ષર પટેલ. અક્ષર પટેલનુ પુરૂ નામ અક્ષર રાજેશ ભાઇ પટેલ છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે અને ઘરેલુ ક્રિકેટમાં ગુજરાત માટે રમે છે.
અક્ષર પટેલ એક ઓલરાઉન્ડર છે. ક્રિકેટમાં પોતાની લાંબી ઇનિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનારા અક્ષર પટેલના નામે સિદ્ધિ પણ છે. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનાર અક્ષર પટેલ પ્રથમ બોલર છે. અક્ષર પટેલ કેટલી કમાણી કરે છે તેની તમને ખબર છે. અક્ષર પટેલની કુલ સંપત્તિ કેટલી છે? 20 જાન્યુઆરી 1994માં ગુજરાતના નડિયાદમાં જન્મેલા અક્ષર પટેલની લાઇફસ્ટાઇલ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
અક્ષર પટેલની નેટવર્થ
અક્ષર પટેલ એક સફળ ક્રિકેટર છે. પોતાની મહેનત અને લગનથી અક્ષર પટેલ એક લક્ઝરી લાઇફ જીવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2017 સુધી અક્ષર પટેલની નેટવર્થ 5 મિલિયનથી વધારે હતી, જે વર્તમાન સમયમાં વધીને 37 કરોડ થઇ ગઇ છે. અક્ષર પટેલ વાર્ષિક 9 કરોડ રૂપિયા કમાઇ લે છે અને મહિનામાં 75 લાખથી વધારેની કમાણી કરી લે છે.
અક્ષર પટેલની કમાણી
અક્ષર પટેલની કમાણી ક્રિકેટમાંથી થાય છે, જાહેરાતમાંથી પણ અક્ષર પટેલ સારી એવી કમાણી કરે છે. અક્ષર પટેલ આઇપીએલમાંથી પણ કમાણી કરે છે. વર્ષ 2019માં આઇપીએલ મેચમાં અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે 5 કરોડમાં ખરીદ્યો હતો.
અક્ષર પટેલનું કાર કલેક્શન
અન્ય ભારતીય ખેલાડીઓની જેમ અક્ષર પટેલને પણ લક્ઝરી કારનો શોખ છે. અક્ષર પટેલ પાસે લેન્ડરોવર કાર છે, જેની કિંમત 40 લાખથી લઇને 54 લાખ રૂપિયા સુધીની છે, તેમની પાસે મર્સિડીઝ એસયુવી, હ્યુંડાઇ કાર અને કેટલીક બાઇક પણ છે.
અક્ષર પટેલનું ઘર
અક્ષર પટેલનું નડિયાદમાં આલીશાન ઘર છે. દેશભરમાં તેની કેટલીક રિયલ સ્ટેટ પ્રોપર્ટી પણ છે. આ સિવાય અક્ષરના પરિવારનો એક બંદલો ખેડા જિલ્લામાં પણ છે. આ બંગલામાં 12 રૂમ છે.