Multibagger Stock: જ્યારે પણ પૈસા રોકાણની વાત આવે ત્યારે શેર માર્કેટ સૌથી વધુ રિટર્ન આપે તે વાત સૌ કોઇ જાણે છે. ગત મહિને જ બેંકિગ સેક્ટરમાં યૂનિયન બેંકે 20 ઓક્ટોબરમાં તેના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જાહેર કર્યા હતા. ત્યારબાદથી જ તેના શેરમાં એક મોટો ઉછાળો જોવા મળ્યોછે. 1 મહિનામાં જ આ શેરએ લગભગ 60 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ વેલ્યૂ 18 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 50,000 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.
સપ્ટેમ્બર ક્વાટરના શાનદાર પરિણામ પછી ઉછાળો ભરી રહેલા યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેરોમાં ગઈકાલે પણ ગજબની તેજી જોવા મળી હતી. કાલે આ મલ્ટીબેગર શેર બીએસઈ પર 5.5 ટકાના ઉછાળા સાથે 74.45 રૂપિયાના ભાવે બંધ પહોંચી ગયા અને આ તેની 3 વર્ષની સૌથી ઊંચી સપાટી છે. આ પહેલા જુલાઈમાં 2019માં બેંકના શેર આ સ્તરે ટ્રેડિંગ કરી રહ્યા હતા. ગત 6 મહિનામાં આ શેરમાં 108 ટકા વધારો જોવા મળ્યો છે. આ રીતે આ સમયગાળામાં રોકાણકારોના રૂપિયા બમણાં થઈ ગયા છે.
એક મહિનામાં જ આ શેરમાં જોવા મળ્યો 60 ટકાનો ઉછાળો
યૂનિયન બેંકે ગત મહિને 20 ઓક્ટોબરમાં તેના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ જારી કર્યા હતા. ત્યારબાદથી જ તેના શેરને પાંખ લાગી ગઈ છે. 1 મહિનામાં જ આ શેર લગભગ 60 ટકા વધ્યા છે. યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટ વેલ્યૂ 18 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 50,000 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. ક્વાટર પરિણામો પછી બ્રોકરેજ આ બેંકના શેર પર બુલિશ છે અને રોકાણકારો પણ આમાં ભરપૂર રૂપિયા લગાવી રહ્યા છે.
ક્વાટર પરિણામથી રોકાણકારો ખુશ
સપ્ટેમ્બર ક્વાટરમાં યૂનિયન બેંકના નફો વાર્ષિક આધાર પર 21.07 ટકા વધીને 1,848 કરોડ રૂપિયા પહોંચ્યો છે. ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ 1,526 કરોડ રૂપિયા વધારે છે. બેંકની શુદ્ધ વ્યાજ આવક સપ્ટેમ્બર ક્વાટરમાં 21.61 ટકા વધીને 8,305 રૂપિયા થઈ છે અને બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન સપ્ટેમ્બર ક્વાટરમાં 2.95 ટકા રહ્યુ છે. બેંકની નોન-ઈન્ટરેસ્ટ ઈનકમ આ દરમિયાન 17.65 ટકા ઘટીને 3,276 કરોડ કરોડ રૂપિયા થઈ છે. સપ્ટેમ્બર ક્વાટરમાં યૂનિયન બેંકની એસેટ ક્વાલિટીમાં પણ સુધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીની નેટ એનપીએ પણ ઘટીને 2.64 ટકા થઈ ગઈ છે.
આપ્યુ મલ્ટીબેગર વળતર
યૂનિયન બેંક તે શેરોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેણે ગત 6 મહિનામાં તેના રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે. યૂનિયન બેંકે 6 મહિનામાં રોકાણકારોને 108 ટકાનું વળતર આપ્યુ છે. એક મહિનામાં તે શેર 60 ટકા સુધી વધ્યા છે, તો વર્ષ 2022માં હજુ સુધી આ શેરે રોકાણકારોને 67.38 ટકા વળતર આપ્યુ છે. યૂનિયન બેંકના શેર શુક્રવારે એનએસઈ પર 5.20 ટકાના વધારા સાથે 73.90 રૂપિયાના ભાવ પર બંધ થયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજરાત તક તે માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)