નવેમ્બર મહિનામાં જો તમારે બેન્કનું કોઇ પણ કામકાજ હોય તો સૌથી પહેલાં પતાવી લે જો કેમ કે આ મહિનામાં એક, બે નહીં પરંતુ 17 દિવસ બેંકો બંધ રહેવાની છે. કેમ કે નવેમ્બર મહિનમાં દિવાળીના તહેવારોની સાથે બીજા પણ તહેવારો હોવાથી બેન્કોમાં રજા રહશે જેથી તમારુ અગત્યનું કામ અટકી શકે છે.
દિવાળી, છઠ જેવા તહેવારો આવી રહ્યા છે. અનેક જયંતિના કારણે પણ બેંકમાં રજા રહેશે. અલગ અલગ જગ્યાઓએ કુલ 11 દિવસોની બેંક બંધ રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારની પણ રજા રહેશે. કુલ 17 દિવસ રજા રહેશે.
- રિઝર્વ બેંકે જાહેર કરેલી તારીખો અનુસાર નવેમ્બર મહિનામાં કુલ 17 દિવસ રજા છે.
- 1 નવેમ્બરે કન્નડ રાજ્યોત્સવ, બેંગલુરુ અને ઈમ્ફાલમાં બેંક બંધ રહેશે.
- 3 નવેમ્બરે કાળી ચૌદશ- બેંગલુરુમાં બેંક બંધ રહેશે.
- 4 નવેમ્બરે દિવાળીના કારણે બેંકો બંધ રહેશે.
- 5 નવેમ્બરે ગોવર્ધન પૂજાના કારણે બેંકો બંધ રહેશે.
- 6 નવેમ્બરે ભાઈબીજ, લક્ષ્મી પૂજા, નિંગોલ ચક્કોઉબાના કારણે બેંકો બંધ રહેશે.
- 7 નવેમ્બરે રવિવારના લીધે બેંકો બંધ રહેશે.
- 10 નવેમ્બરે છઠપૂજાના કારણે બેંકો બંધ રહેશે.
- 11 નવેમ્બરે છઠપૂજાના કારણે બિહારમાં બેંકો બંધ રહેશે.
- 12 નવેમ્બરે વંગલા ફેસ્ટિવલના કારણે બેંકો બંધ રહેશે.
- 13 નવેમ્બરે બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
- 14 નવેમ્બરે રવિવારને લીધે બેંકો બંધ રહેશે.
- 19 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમાના કારણે બેંકો બંધ રહેશે.
- 21 નવેમ્બરે રવિવારને લીધે બેંકો બંધ રહેશે.
- 22 નવેમ્બરે કનકદાસ જયંતિના લીધે બેંકો બંધ રહેશે.
- 23 નવેમ્બરે સેંગ કુત્સનેમ ના કારણે શિલોંગની બેંક બંધ રહેશે.
- 27 નવેમ્બરે ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
- 28 નવેમ્બરે રવિવારના કારણે બેંક બંધ રહેશે.