spot_img

Sourav Ganguly: સૌરવ ગાંગુલીએ કોલકત્તામાં ખરીદ્યુ નવું ઘર, કિંમત જાણી ચોંકી ઉઠશો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોલકાતામાં નવું ઘર ખરીદ્યું છે. ગાંગુલી હાલમાં દક્ષિણ કોલકાતામાં પ્રતિષ્ઠિત બિરેન રોય રોડ પરના તેમના પૈતૃક મકાનમાં રહે છે. ગાંગુલીએ મિન્ટો પાર્કની સામે લોઅર રોડન સ્ટ્રીટ વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. આ બે માળની નવી હવેલીમાં એક ડઝનથી વધુ રૂમ અને એક વિશાળ લૉન છે.

ગાંગુલીએ કોલકાતાના અત્યંત વ્યસ્ત વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. આમ છતાં આ નવા ઘરની આસપાસ હરિયાળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંગુલીએ લગભગ 40 કરોડ રૂપિયામાં નવું ઘર ખરીદ્યું છે.

જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે સૌરવ ગાંગુલી તેના નવા ઘરમાં ક્યારે શિફ્ટ થશે. ગાંગુલીના જૂના ઘર સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. સૌરવ ગાંગુલી સાથે રમતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જ્યારે કોલકાતા આવતા ત્યારે તેમના ઘરે જતા હતા.

સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે. ગાંગુલીએ ભારત તરફથી રમતા 113 ટેસ્ટ અને 311 વન-ડે મેચ રમી છે. ડાબોડી બેટ્સમેન સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચોમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. ગાંગુલીના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 41.02ની સરેરાશથી 11363 રન નોંધાયેલા છે. વનડેમાં ગાંગુલીના બેટમાં 22 સદી અને 72 અડધી સદી છે.

ગાંગુલીની કપ્તાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી

સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ગાંગુલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે  ભારત 2002 ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles