spot_img

Virat Kohli એ કેપ્ટનપદ છોડ્યા બાદ સૌરવ ગાંગુલીએ શું આપી પ્રથમ પ્રતિક્રિયા? આપ્યું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા હતા. ટી-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ BCCIએ વિરાટને ODIની કેપ્ટનશીપથી પણ હટાવી દીધો હતો. ODIની કેપ્ટનશીપથી હટાવ્યા બાદ વિરાટ કોહલી અને BCCI વચ્ચે સતત ટક્કર ચાલી રહી હતી. BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને વિરાટ એકબીજા વિશે સતત નિવેદનો આપતા હતા. પરંતુ આ દરમિયાન વિરાટના કેપ્ટનશિપ છોડ્યા બાદ સૌરવ ગાંગુલીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે.

સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને લખ્યું, ‘વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ વિરાટનો અંગત નિર્ણય છે અને BCCI તેનું સન્માન કરે છે. તે હજુ પણ આ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે અને હંમેશા રહેશે. ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. વિરાટ એક શાનદાર ખેલાડી છે. ખૂબ સરસ વિરાટ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles