spot_img

BCCIના સચિવ જય શાહે પૂર્વ ક્રિકેટર્સ માટે લીધો મોટો નિર્ણય પેંશનમાં થશે વધારો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટર્સ અને મેચના અધિકારીઓના પેંશન માટે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈ દ્વારા પૂર્વ ક્રિકેટર્સના પેંશનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જાહેરાત બાદ આશરે 900 જેટલા પૂર્વ ક્રિકેટર્સ અને અધિકારીઓને આનો સીધો ફાયદો મળી શકશે. સચિવ દ્વારા જાહેરાત કરાઈ કે આ નિર્ણયનો અમલ આગામી ટુંક જ સમયમાં કરી દેવાશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે આજે ટ્વિટ કરીને પૂર્વ ક્રિકેટર્સ અને અધિકારીઓ માટે સારા સમાચાર આપ્યા હતા. ટ્વિટમાં તેમણે લખ્યુ હતુ કે મને પૂર્વ ક્રિકેટર્સ અને અધિકારીઓના માસિક પેંશન વધારવાની જાહેરાત કરતાં ખુબ જ ખુશી થઈ રહી છે. આનાથી આપણા દેશના 900 જેટલા ક્રિકેટર્સ અને મેચના અધિકારીઓને સીધો ફાયદો થશે. તેમાંથી લગભગ 75 ટકા કર્મચારીઓ 100 ટકા પેંશન વધારાનો લાભ મેળવી શકશે.

જે ખેલાડીઓને 15 હજાર પેંસન મળી રહ્યા હતા હતા તેમને 30 હજાર રૂપિયા મળશે જેમને 22 હજાર 500 મળતા હતા તેમને હવે 45 હજાર રૂપિયા પેંશન મળશે. એ જ પ્રકારે તમામ વર્ગના અધિકારીઓની પેંશનમાં વૃદ્ઘી કરાઈ છે.
તમામ વર્ગના અધિકારીઓની પેંશનમાં વૃદ્ઘી કરાઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles