સ્માર્ટફોન હાલમાં લોકોના જીવનનો અભિન્નઅંગ બની ગયો છે. મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે અને ઘણી વખત ઓનલાઇન ફ્રોડનો ભોગ બનતા હોય છે. મોટાભાગે લોકો ઓનલાઇન ફ્રોડનો શિકાર ગેમ્સમાં બનતા હોય છે ત્યારે જો તમે ઓનલાઈન ગેમ્સ રમો છો, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 5માંથી ચાર યુઝર્સ સાયબર એટેકનો સામનો કરે છે. યુઝર્સને હજારો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 4માંથી 3 ગેમર્સ તેમના ગેમિંગ એકાઉન્ટ પર સાયબર એટેકનો અનુભવ કરે છે અને 5માંથી ઓછામાં ઓછા 4 ગેમર્સ સરેરાશ 7,894 રૂપિયા ગુમાવે છે.
ઓનલાઈન ગેમ્સ રમતા 703 ભારતીય પુખ્ત વયના લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, હેરિસ પોલે “સ્પેશિયલ રીલીઝ – ગેમિંગ અને સાયબર ક્રાઈમ” શીર્ષક ધરાવતા અહેવાલને શેર કર્યો હતો. જ્યાં તેણે કહ્યું કે ગેમર્સ પોતે જ આવી સુરક્ષા દાવ પર લગાવીને આવું પગલું ભરે છે, જેથી તેઓ સ્પર્ધામાં રહે. જાણવા મળ્યું છે કે, 5 માંથી 2 ભારતીય ગેમર્સ (42 ટકા) કહે છે કે તેઓ મિત્ર, કુટુંબના સભ્ય અથવા અન્યનું એકાઉન્ટ હેક કરી શકે છે. જો તેઓ જાણતા હોય કે તેનાથી તેમને લાભ મળશે.
56 ટકા ગેમર્સે જણાવ્યું હતું કે તેઓ પોતાને હરિફાઇમાં લાભ માટે રમતમાં ખામીઓ અથવા ભૂલોનો ઉપયોગ કરતા જોખમ ખેળે છે. અને 5માંથી લગભગ 2 કે તેથી વધુ અન્ય ગેમર્સના ગેમિંગ એકાઉન્ટને ટેકઓવર કરવા માટે રૂપિયાની ચૂકવણી કરે છે. ચીટ્સ ઇન્સ્ટોલ કરીને તેમના ગેમિંગ એકાઉન્ટ અથવા ગેમિંગ ડિવાઇસ પર અથવા રેન્ડમ પ્લેયરના ગેમિંગ એકાઉન્ટને હેક કરે છે. ઉલ્લેખનિય છે કે 5માંથી 2 ગેમર્સ (41 ટકા) ને તેમની વ્યક્તિગત માહિતી સાથે ચેડા કરવા પર છેતરાયા છે, તથા ગેમિંગ ડિવાઇસ પર માલવેર ડાઉનલોડ કરીને અથવા એકાઉન્ટની માહિતી ઓનલાઈન શેર કરીને છેતરાયા છે.