ગોંડલ તાલુકાના વાછરા ગામમાં બાજ પક્ષીએ મધમાખીના મધપુડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને બાજુના ખેતરના ગોડાઉન પાસે શ્રમિક પરિવારના ચાર બાળકો પર હુમલો કર્યો હતો. વૃદ્ધ ખેડૂતે આ જોતા ખેડૂતે પોતાના જીવની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કરી નાખ્યો હતો. અસંખ્ય મધમાખીઓના ઝુંડે ખેડૂત પર હુલો કરતા ખેડૂતનું મોત થયુ હતુ.
વાછરા ગામમાં ખેતીકામ કરતા દામજીભાઇ સોરઠીયા (ઉં.વ.69) ખેતરમાં હતા ત્યારે એક બાજ પક્ષીએ આવીને ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરમાં ગોડાઉન પાસે રમી રહેલા દોઢથી 6 વર્ષના શ્રમિક પરિવારના બાળકો પર હુમલો કર્યો હતો. દામજીભાઇ જોઇ જતા તુરંત બાળકો પાસે દોડી ગયા હતા અને બાળકોને તુરંત ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કરી નાખ્યો હતો. મધમાખીના ઝુંડે દામજીભાઇને ડંખ મારતા તેમણે સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું નિધન થયુ હતુ.
[…] […]