દિવાળી તહેવારમાં ઘરની સાફ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે.માન્યતા છે કે દિવાળીના દિવસે ધનવંતરી દેવતા, કુબેર અને લક્ષ્મીજી ઘરમાં પ્રવેશતા હોય છે. ખાસ તેમના માટે ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે. અમે આપને જણાવીશુ કે ઘરના કયા ભાગ સાફ રાખવાથી ધનંતરી ભગવાનના આપના પર આશિર્વાદ રહેશે અને તમારી કિસ્મત ચમકી જશે.
ઘરની 4 દિશાઓ કરો સાફ
દિવાળીમાં આખા ઘરની સફાઈ ભલે કરી હોય. ધનતેરસની સવારે ઘરના ચાર મહત્વના સ્થાન સાફ કરવા જરૂરી છે. ધનતેરસના દિવસે નોર્થ ઈસ્ટ ઝોન મતબલ કે ઈશાન ખુણો અને પૂર્ણ દિશા અને ઉત્તર દિશાની સફાઈ કરવી.
દિવાળીની રાતે આ પ્રાણીયો દેખાય થઇ જશો માલામાલ
કુબેર ભગવાનની આગમનની આમ કરો તૈયારી
ઘરના મધ્યના ભાગને બ્રમ્હ સ્થાન માનવામાં આવે છે. બ્રમ્હ સ્થાન પર બિન જરૂરી સમાન હટાવીને તેને સારી રીતે સાફ કરી લો. બને તો ગંગાજળ છાંટીને. એક વાસણમાં ગંગાજળમાં લઈ લો અને તેને ઘરના ઉત્તર ભાગમાં છાંટો સાથે ગંગાજળની કેટલાંક ટીપાં ઘરની તિજોરી પર છાંટો જ્યાં તમે રૂપિયા અને પૈસા રાખો છો. આવુ કરવાની આપ કુબેર ભગવાનની આવવાની તૈયારી કરો છો.
ઝાડુનો ઉપયોગ કેવી રીતે કરશો
ઘરની સાફ સફાઈ કરી ઝાડુને કોઈ કપડાં અથવા પેપરમાં ઢાંકીને રાખો. એવી જગ્યા પર મુકો જ્યાં કોઈની નજર ન પડે. ઉભુ ઝાડુ અને કોઈ પરિવાર સિવાય જોઈ શકે તેમ ઝાડુ રાખ્યુ હશે તો સંપત્તિમાં વિનાશ નોતરી શકે છે.
ફિશ એક્વેરીયમની સફાઈ
જો તમારા ઘરમાં એક્વેરીયમ છે તો તેની સફાઈ ધનતેરસના દિવસે ખાસ કરો. ધનતેરસના દિવસે પાંચ દીવા ખાસ પ્રગટાવો. એક દીવાને ઘરના મંદિરમાં એક તુલસી ક્યારા પાસે, એક પાણીના માટલા પાસે, અને બે દીવાઓ દરવાજા પાસે મુકો.