પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરી છે. પંજાબમાં આપનો સીએમ ચહેરો ભગવંત માન હશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. ભગવંત માન આપ પંજાબના પ્રમુખ હોવાની સાથે સાથે સંગરૂર લોકસભા બેઠકથી આપના સાંસદ છે.
આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આ થવા જઇ રહ્યુ છે કે કોઇ પાર્ટીનો મુખ્યમંત્રી ઉમેદવાર કોણ હશે આ જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. 21 લાખથી વધારે લોકો આ મુહિમ સાથે જોડાયા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કોણ છે ભગવંત માન?
2012: મનપ્રીત બાદલની પીપીપીમાં સામેલ
2012: લહરા વિધાનસભા બેઠકથી હાર્યા
2014: આમ આદમી પાર્ટીમાં સામેલ
2014: સંગરૂર લોકસભા બેઠક પરથી જીત્યા
2017: જલાલાબાદથી વિધાનસભા ચૂંટણી લડ્યા
2017: સુખબીર બાદલ સામે વિધાનસભા ચૂંટણી હાર્યા
2019: સંગરૂરથી ફરી લોકસભા ચૂંટણી જીત્યા
– સાંસદની સાથે સાથે પંજાબ પ્રદેશ અધ્યક્ષ