spot_img

India’s 73rd Chess Grandmaster: 14 વર્ષીય આ બાળક બન્યો ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર

ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ  દેશનો 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે. રવિવારે ઇટાલીમાં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ હાંસલ કર્યું. ચેન્નાઈના ભરતે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી 6.5 પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો. સાથી ભારતીય ખેલાડી એમ આર લલિત બાબૂ  સાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ  સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરના આધારે ટાઈટલ મેળવ્યું હતું.

ભરતની ગેમ કોરોબોવ અને લલિત બાબૂ (Lalit Babu) સામે બે ગેમ હારતા છ જીત અને એક ડ્રો સાથે સમાપ્ત થઈ.જીએમ બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડોને સુરક્ષિત કરવાના હોય છે અને 2,500 એલો પોઈન્ટસ ની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે. ભરતના કોચ એમ શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે સુબ્રમણ્યમને અભિનંદન આપ્યા અને ટ્વિટ કરી કે, ‘ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.’

ભરત સુબ્રમણ્યમ 2019માં 11 વર્ષ 8 મહિનાની ઉંમરમાં ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો. સંકલ્પ ગુપ્તાના  71મા જીએમ બન્યાના બે દિવસ બાદ મિત્રભા ગુહા ગઈ નવેમ્બરમા દેશના 72મા જીએમ બન્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles