ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી ઉત્તર પ્રદેશમાં એકલી ચૂંટણી લડશે. સપાએ ઝટકો આપ્યા બાદ ચંદ્રશેખરે આ નિર્ણય કર્યો છે. ચંદ્રશેખરે ભારતીય સમાજ પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. સાથે જ કહ્યુ કે જો પાર્ટીએ નક્કી કર્યુ તો તે ગોરખપુરથી (સીએમ યોગી વિરૂદ્ધ) ચૂંટણી લડશે.
ચંદ્રશેખર આઝાદે અખિલેશ યાદવ પર આરોપ લગાવ્યા હતા. ચંદ્રશેખર આઝાદે કહ્યુ કે પહેલા 25 બેઠકનો દાવો કર્યો હતો. આઝાદે કહ્યુ કે તેમણે ધારાસભ્ય અને મંત્રી પદની ઓફર મળી હતી, જેને તેમણે ફગાવી દીધી હતી.
ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદે કહ્યુ કે, જો સપા તેમણે 100 બેઠક પણ આપશે તો તે હવે તેમની સાથે નહી જાય. ચંદ્રશેખરે કહ્યુ કે તે ભાજપને રોકવા માટે ચૂંટણી પછી પાર્ટીઓની મદદ કરશે. આઝાદ સમાજ પાર્ટીએ માયાવતી સાથે પણ ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાથી કોઇ જવાબ આવ્યો નહતો.
મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની 403 બેઠક પર 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં મતદાન યોજાશે. 10 માર્ચે ચાર રાજ્ય (પંજાબ,ગોવા, ઉત્તરાખંડ, મણિપુર) સાથે પરિણામ જાહેર થશે.