બોલિવૂડની અભિનેત્રી ભૂમિ પેડણેકર ‘ધ લેડી કિલર’માં જોવા મળવાની છે. આ સસ્પેન્સ ડ્રામામાં તેની સાથે અર્જુન કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને 2012માં આવેલી ‘B.A.પાસ’ના ડિરેક્ટર અજય બહલ ડિરેક્ટ કરશે અને ટી-સિરીઝ અને શૈલેશ આર. સિંહ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને ભૂમિ પેડણેકરે જણાવ્યું કે ‘મારી પાસે જ્યારે કંઈક નવું અને ચૅલેન્જિંગ આવે તો હું એક્સાઇટેડ થઈ જાઉં છું. એવામાં ‘ધ લેડી કિલર’એ મને શરૂઆતથી જ જકડી રાખી હતી. એક કલાકાર તરીકે મને આ રોલ મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢશે અને મને કેટલીક યાદો પણ આપશે. અર્જુન, મારા ડિરેક્ટર અજય બહલ, પ્રોડ્યુસર્સ ભૂષણ સર અને શૈલેશ સર સાથે કામ કરવા માટે હું આતુર છું.’
બીજી તરફ અજય બહલે કહ્યું કે ‘ફિલ્મ ‘ધ લેડી કિલર’માં ઇમોશનની રોલર કોસ્ટર રાઇડ જોવા મળવાની છે. એના માટે અમને એવા અભિનેતાની જરૂર હતી જે દરેક સ્ટેપને બખૂબી ભજવી શકે. આ રોલ્સ અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર ભજવી રહ્યાં છે એની ખુશી છે, કારણ કે તેઓ ન માત્ર આ ભૂમિકામાં બંધ બેસે છે પરંતુ તેઓ પોતાની સ્ટાઇલ અને સ્વભાવનો એમાં ઉમેરો કરવાનાં છે.