spot_img

ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, જાણો હેક્ટર દીઠ સરકાર કેટલી સહાય ચૂકવશે?

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના ખેડૂતોની દિવાળી સુધારી દીધી છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. નોંધનીય છે કે ભારે વરસાદ, તૌકતે વાવાઝોડુંના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

જામનગર,રાજકોટ જૂનાગઢ  અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને  લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ  એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨ હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે.

જો જમીનધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ. ૫ હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ ૫ હજાર રૂપિયા ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.

રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે. વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles