ટી-20 વર્લ્ડકપમાં બન્યા રહેવા માટે ભારતીય ટીમ માટે રવિવારનો મુકાબલો, કરો યા મરોનો છે. 31મી ઓક્ટોબરે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાવાની છે ત્યારે બંને ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ભારતીય ટીમ અને સિલેક્ટર કોઇ પણ ચાન્સ લેવા માંગતા નથી. એટલા જ માટે ભારતીય ટીમમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે. પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડિયા, અને ભુવનેશ્વર કુમાર ઉપર લટકતી તલવાર છે. તો વરૂણ ચક્રવર્તીના નામને લઇને પણ અસમંજસ છે. ત્યારે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં 3 મોટા બદલાવ થઇ શકે છે.
જો મોટો બદલાવવાની વાત કરી એ તો પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં હાર્દિક પંડ્યા બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થયો હતો. જોકે આ મેચમાં હાર્દિક પંડ્યા કંઇ ખાસ કરી શક્યો નહોતો. આવામાં ટીમને સંતુલિત કરવા માટે શાર્દુલ ઠાકુરને તેના સ્થાને તક આપવામાં આવી શકે છે. ત્યાં જ સૂર્યકુમાર યાદવ ટીમમાં રહીને પણ કંઇ ખાસ કરી શક્યો નથી તે સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. જેના કારણે હવે કદાચ કેપ્ટન કોહલી સૂર્યકુમારને આગામી મેચમાં તક નહીં આપે અને તેના સ્થાને ઇશાન કિશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં અશ્વિનના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વરૂણના ચક્રવર્તીને આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
જો ઇતિહાસના પાના પલટીએ તો ભારત ક્યારેય ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યા નથી. ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 2 મેચ રમી છે, જેમા તેને બંને મેચમાં હાર મળી છે. ટી-20 વર્લ્ડકપ 2007માં બંને ટીમોની ટક્કર થઇ હતી, જેમા ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ગત વખતે 2016 વર્લ્ડકપમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઇ હતી જેમા પણ કીવી ટીમે ભારતને 47 રન હરાવ્યું હતું.